આમચી મુંબઈ

સુનેત્રા પવાર એનસીપીના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

મુંબઈ: રાજ્યસભાના સભ્ય સુનેત્રા પવારને તેમના પતિ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાનના ત્રણ દિવસ પછી શનિવારે મહારાષ્ટ્રમાં એનસીપી વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા.

એનસીપીના વિધાનસભા પક્ષના નેતા તરીકે સુનેત્રા પવારનું નામ વરિષ્ઠ નેતા દિલીપ વળસે-પાટીલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં વિધાન ભવન સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વ. અજિત પવારના કાર્યાલયમાં યોજાયેલી પાર્ટીના વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન તેમની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુનેત્રા પવારે લીધા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ

દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન રહેલા અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં ચાર અન્ય લોકો સાથે મૃત્યુ થયું હતું.

સુનેત્રા પવારે સભા ખંડમાં તેમના સ્વર્ગસ્થ પતિના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમનો નાનો પુત્ર જય પણ હાજર હતો.
વિધાનભવન સંકુલમાં પ્રવેશતા ઘણા પ્રધાનો અને વિધાનસભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button