આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…

મુંબઈ: ટેલિવિઝન પર્સનાલિટી અને મોડલ મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી આજે દુખદ સમાચાર મળ્યા હતા. આજે બુધવારે સવારે મલાઈકાના પિતા અનિલ અરોરા(Anil Arora)નું અવસાન થયું હતું, કથિત રીતે તેમણે બાંદ્રા સ્થિત તેમના ઘરની છત પરથી પડતું મુક્યું હતું. પિતાના અવસાન બાદ મલાઈકા બપોરે પિતાના ઘરે પહોંચી છે.

https://twitter.com/i/status/1833793752357323183

મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, એક્સ-બોયફ્રેન્ડ અર્જુન કપૂર, સલીમ ખાન ઉપરાંત ખાન પરિવારના અન્ય સભ્યો સહિત ઘણા સેલિબ્રિટી અનિલ અરોરાના ઘરે પહોંચ્યા છે. સલમાન ખાનની માતા સલમા ખાન, બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી, ભાઈ સોહેલ પણ અનિલ અરોરાના ઘરે જોવા મળ્યા હતા.

મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ તેના પતિ શકીલ લડાક સાથે પિતાના ઘરે પહોંચતી જોવા મળી હતી. મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ તેના નાના ઘરે પહોંચ્યો હતો. મલાઈકા તેની કારમાંથી બહાર નીકળી ત્યારે તે અંદર ધસી ગઈ હતી. અર્જુન કપૂર ખાન પરિવારના સભ્યોને મળ્યો હતો.

મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસના જણાવ્યા અનુસાર, આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, અને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે મલાઈકા ઘરે ન હતી, મલાઈકા પુણેમાં હતી અને ઘટના વિશે જાણ થયા બાદ તુરંત મુંબઈ માટે રવાના થઇ હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અનિલ અરોરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, જ્યાં પહોંચતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હોઉ તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button