નવી મુંબઈમાં ૩૦ વર્ષ કરતા જૂની ઈમારતોનુંં સ્ટ્રક્ચરલ ઓડિટ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી ૩૦ વર્ષ કરતા જૂની ઈમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી લેવાનો નિર્દેશ નવી મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો છે.
નવી મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતી જોખમી ઈમારતોનું સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ બાદ ૫૧૩ બિલ્િંડગ મહારાષ્ટ્ર મહાનગરપાલિકા અધિનિયમ કલમ ૨૬૪ની જુદી જુદી કલમ હેઠળ જોખમી ઈમારત તરીકે જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા અધિનિયમ કલમ ૨૬૫ (એ) હેઠળ જે બિલ્િંડગનો ઉપયોગ ૩૦ વર્ષથી વધુ સમયથી થઈ રહ્યો છે. એવી બિલ્િંડગનું નવી મુંબઈ મહાનગરપાલિકા પાસે રજિસ્ટ્રેશન કર્યા બાદ ક્ધસ્ટ્રકશન એન્જિનિયિર અથ્ાવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવું ફરજિયાત છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવીને તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
૩૦ વર્ષ કરતા વધુ સમયથી જૂની બિલ્િંડગનો ઉપયોગ એ બિલ્ડિંગના ઓક્યુપેશન સર્ટિફિકેટ એરિયા અંડર યુઝ હેઠળ લાવવામાં આવ્યા બાદથી ગણવાનો છે. નીમવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઓડિટરની ભલામણ મુજબ સમારકામ પૂરું થયા બાદ તે બાંધકામ મજબુત હોવાનું સર્ટિફિકેટ નવી મુંબઈ મહાનગરપાલિકાને રજૂ કરવાનું રહેશે.
સ્ટ્રક્ટચરલ ઓડિટ કરાવવાની જવાબદારી સંબંધિત સંસ્થા, માલિક અને ઓક્યુપેશનરની રહેશે અને તેને અમલમાં નહીં મૂકનારાને ૨૫૦૦૦ રૂપિયા અથવા સંબંધિત મિલકતની વાર્ષિક પ્રોપર્ટી ટેક્સની રકમ જે વધુ હશે તેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકા પ્રશાસને આપી છે. નવી મુંબઈ મહાનગરપાલિકાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરની યાદી નવી મુંબઈ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો…ફનેલમાં રિડેવલપમેન્ટને ગતિ આપવા ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારા: એકનાથ શિંદે…



