થાણેમાં ગેરકાયદે પબ અને બાર તેમ જ ડ્રગ્સ વેચનારા સામે કડક કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાની હદમાં આવેલા બિયર બાર, પબ સહિત ડ્રગ્સનું વેચાણ કરનારા ગેરકાયદે બાંધકામને ગુરુવારે થાણે પાલિકા દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ, કૉલેજથી ૧૦૦ મીટરના અંતરની અંદર રહેલી કુલ ૩૧ પાનની ટપરીઓને જપ્ત કરવામાં આવી હતી. તો હૉટલ, પબ અને બાર એમ કુલ આઠથી નવ ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પુણે પોલીસ કમિશનરને આપ્યા નિર્દેશ
પુણે શહેરમાં યુવાવર્ગ ડ્રગ્સનુંં સેવન કરતો હોવાનું બહાર આવ્યા બાદ મુખ્ય પ્રધાને મહારાષ્ટ્રના તમામ શહેરમાં ગેરકાયદે પબ, બાર અને ગેરકાયદે રીતે ડ્રગ્સનું વેચાણ કરનારા સેન્ટરને નષ્ટ કરવાની સૂચના આપી હતી, તે મુજબ થાણેમાં ગુરુવારથી વોર્ડ સ્તરે આવેલા પબ, બાર પર ધાડ પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.