આમચી મુંબઈ

માલગાડી ટ્રેક પરથી ખડી પડી દિવા સ્ટેશન પર પ્રવાસીઓનું રેલ રોકો

થાણા: ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા બહારગામ જતી એક્સપ્રેસ ટ્રેન અટકાવી એના વિરોધમાં થાણા જિલ્લાના દીવા સ્ટેશન પર પ્રવાસીઓએ દેખાવો કરતા મધ્ય રેલવેની મેઈન લાઈન ત્રણ સર્વિસ ૪૫ મિનિટ માટે રવિવારે ખોરવાઈ ગઈ હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રવિવારે પાલઘર જિલ્લાના પનવેલ – કળંબોલી વિસ્તારમાં ગુડ્સ ટ્રેનના ૪ ડબ્બા ખડી પડ્યા હતા. પરિણામે ૧૨૧૩૩ છત્રપતિ શિવાજી મહારાજ – મેંગલુરુ એક્સપ્રેસ અટકાવી દેવામાં આવી હતી. એના કારણે પ્રવાસીઓએ દીવા સ્ટેશન પર દેખાવો કર્યા હતા અને એને પગલે સીએસએમટી – કલ્યાણ રૂટ પર ટ્રેનના આવન જાવનને સવારે ૯.૦૫થી ૯.૫૦ દરમિયાન
અસર પહોંચી હતી. (પીટીઆઈ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button