આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રશેર બજાર

શેરબજારમાં 1961 પોઇન્ટનો જબ્બર ઉછાળો…

સોનામાં આગઝરતી તેજી, શેરબજારની માર્કેટ કેપમાં રૂ. ૭.૩૩ કરોડ લાખનો ઉમેરો

નીલેશ વાઘેલા

મુંબઇ
: શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં ૨૦૦૦ પોઇન્ટનો જબ્બર ઉછાળો નોંધાયો છે અને એ જ સાથે તમામ લિસ્ટેડ કંપનીના શેરોના બજારમૂલ્યમાં રૂ. ૭.૩૩ કરોડ લાખનો ઉમેરો થયો છે. આ તરફ સોનામાં આગઝરતી તેજી આગળ વધી છે.
સત્ર દરમિયાન ૨૦૬૨ પોઇન્ટની છલાંગ બાદ અંતે સેન્સેક્સ ૧,૯૬૧.૩૨ પોઈન્ટ અથવા ૨.૫૪ ટકાના ઉછાળા સાથે ૭૯,૧૧૭.૧૧ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૫૫૭.૩૫ પોઈન્ટ અથવા ૨.૩૯ ટકા વધીને ૨૩,૯૦૭.૨૫ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : શું આ કારણે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાયો?

બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૭.૩૩ લાખ કરોડ વધીને રૂ. ૪૩૨.૭૧ લાખ કરોડ નોંધાયું હતું. શેરબજારમાં પ્રારંભિક કારણોમાં અમેરિકાના લેબર માર્કેટના સાનુકૂળ ડેટાને કારણે વૈશ્ર્વિક બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે નીચલા સ્તરે, ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેલ્યુ બાઇંગનો ટેકો મળતા શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળ્યું છે.

સોનાએ બે દિવસમાં લગભગ રૂપિયા બે હજારનો ઉછાળો માર્યો છે. સોનાચાંદીમાં ભૂ-રાજકીય જોખમના વધારાને કારણે તેજીનું સેન્ટિમેન્ટ જળવાયેલું છે અને સ્થાનિક બજારમાં પાછલા સત્રમાં સોનું દસ ગ્રામે રૂ. ૧૦૫૯ સુધી ઊછળ્યા બાદ શુક્રવારના સત્રમાં રૂ. ૮૫૫ જેવું વધુ ઊછળ્યું છે. જ્યારે આ સત્રમાં હાજર ચાંદી પણ ઉછાળા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી સુધી ઝડપથી આગળ વધી ગઇ છે.

માર્કેટ બ્રેથ જબરજસ્ત પોઝિટિવ હતી, જેમાં ૨,૧૨૩ શેર વધ્યા હતા, ૧,૨૧૮ શેર ઘટ્યા હતા અને ૮૯ શેરો યથાવત હતા.

આ પણ વાંચો : ચૂંટણીના પરિણામો પહેલા જ અજિત પવારને મુખ્ય પ્રધાન દર્શાવતા પોસ્ટરો લાગ્યા

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને યુએસ બજારોમાં મજબૂત વલણે પણ સ્થાનિક ઇક્વિટીમાં રિકવરીને ટેકો આપ્યો હતો. ૩૦ શેરના સેન્સેક્સ પેકમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને ટેક મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા.
દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૫,૩૨૦.૬૮ કરોડની ઇક્વિટીની વેચવાલી નોંધાવી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ રૂ. ૪,૨૦૦.૧૬ કરોડના શેર ખરીદ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button