આમચી મુંબઈ
મિલમાં સ્ટોરેજ યુનિટ તૂટી પડતાં ત્રણ કામગારનાં મોત…

યવતમાળ: યવતમાળ જિલ્લામાં આવેલી મિલમાં કામ કરી રહેલા કામગારો પર ધાન્ય માટેનું સ્ટીલ સ્ટોરેજ યુનિટ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણને ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. યવતમાળમાં એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) વિસ્તારમાં મનોરમા જૈન દાલ મિલમાં મંગળવારે સાંજે આ ઘટના બની હતી.
સ્ટોરેજ યુનિટ તૂટીને પાંચ કામગાર પર પડ્યું હતું, જેમાંથી ત્રણ જણનાં મોત થયાં હતા. બે જણ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકોમાંના બે જણ મધ્ય પ્રદેશના અને એક મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાનો રહેવાસી હતો. (પીટીઆઇ)
આપણ વાંચો : ભરરસ્તે કારની ડિકીમાંથી લટકતા હાથે કુતૂહલ સાથે ડર ફેલાવ્યો