આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલ

IRCTCની આઈડી પરથી બીજા માટે ટિકિટ બુક કરાવવા મુદ્દે હવે આવ્યું ચોંકાવનારું નિવેદન…

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું નેટવર્ક છે અને આટલા આ વિશાળ રેલવે નેટવર્કને મેનેજ કરવા માટે નિયમ વગેરે પણ હોવા જ જોઈએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાઈરલ થયા હતા કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation-IRCTC)ના એકાઉન્ટ પરથી કોઈ બીજી વ્યક્તિ માટે ટિકિટ બૂક નહીં કરાવી શકો અને આવું કરવા પર તમને સજા થઈ શકે છે. પરંતુ હવે આ બાબતે આઈઆરસીટીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ પણ વાંચો: IRCTCએ કર્યો બાળકો સાથેની રેલ યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, હવે આ લાભ નહીં મળે

આઈઆરસીટીસીએ આ બાબતે સ્પષ્ટતા કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમે તમારા આઈઆરસીટીસી એકાઉન્ટ પરથી તમારા પરિવારના સભ્યો કે મિત્રો માટે ટિકિટ બુક કરાવી શકો છો અને આ માટે તમને કોઈ પણ પ્રકારની જેલની સજા કે દંડ નહીં ફટકારવામાં આવે. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલાં આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી. એટલું જ નહીં પણ આઈઆરસીટીસીએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે તેમની સાઈટ પર ટિકિટની બુકિંગ રેલવે બોર્ડની ગાઈડલાઈન્સ અનુસાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: IRCTCનું ગુજરાત ટુર પેકેજ : ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ માટે આ સોનેરી તક

કોઈ બીજા માટે ટિકિટ નથી બુક કરાવી શકાતી. આવું કરવું ગુનો માનવામાં આવે છે. રેલવે એક્ટની કલ 143 હેઠળ રેલવેની ટિકિટ એ જ વ્યક્તિ બુક કરાવી શકે છે જેમને આ કામ ઓફિશિયલી આપવામાં આવેલું છે. એટલે જો તમે પોતાના એકાઉન્ટ પરથી કોઈ બીજા માટે ટિકિટ બુક કરો છો તો તે ગુનો છે અને આ માટે તમને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આઈઆરસીટીસીની આઈડી (IRCTC ID) પરથી એક મહિનામાં 12 જ ટિકિટ બુક કરાવી શકે છે. પરંતુ જો તમારી આ આઈડી આધાર કાર્ડ સાથે લિંક્ડ (IRCTC ID Linked With Aadhar Card) હોય તો તમે 12ને બદલે 24 ટિકિટ બુક કરી શકો છો.

આ પણ વાંચો: જો તમે પણ તમારા IRCTC Account પરથી કરશો આ કામ તો જવું પડશે જેલ…

જોકે આઈઆરસીટીસી દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે પર્સનલ યુઝર આઈડી પર બુક કરાવવામાં આવેલી ટિકિટને કમર્શિયલી વેચી શકાતી નથી. આવું કરવું ગુનો છે અને આવું કરનાર સામે રેલવે એક્ટ 1989ના સેક્શન 143 હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ