આમચી મુંબઈ

રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, ૨૦૨૩થી શરૂ થવાનું છે. અધિવેશન ૨૦મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાનપરિષદના ઉપસભાપતિ નીલમ ગોરે, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવળ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સંસદીય કાર્ય પ્રધાન ચંદ્રકાંત પાટીલ, વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર, બંને સભાગૃહના સભ્યો, વિધાનમંડળના સચિવ વગેરે હાજર હતા.અધિવેશનમાં કુલ ૧૪ દિવસ (રજાઓ સહિત) કામકાજ થશે, જેમાંથી પ્રત્યક્ષ કામકાજ ફક્ત ૧૦ દિવસ થશે. સત્ર દરમિયાન કુલ ચાર દિવસની રજા રહેશે.

વિધાન પરિષદનું શતકોત્તર વર્ષ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદના શતકોત્તર ઉજવણીનું આયોજન નાગપુર અધિવેશનમાં કરવામાં આવ્યું છે. વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે વિધાન પરિષદની સ્થાપના ૧૯૨૧માં કરવામાં આવી હતી.

રાજ્યના વિકાસમાં વિધાનપરિષદનું યોગદાન ઉલ્લેખનીય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આઠમી ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનોની હાજરીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. તેમણે એવી માહિતી આપી હતી કે સન ૧૮૬૧ના ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ અનુસાર સ્થાપિત કરવામાં આવેલી કાઉન્સિલ ઓફ ગવર્નરની પહેલી બેઠક ૨૨ જાન્યુઆરી, ૧૮૬૨માં મુંબઈના ટાઉન હોલમાં આયોજિત થઈ હતી. મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડની ભલામણને પગલે ભારત સરકારે ૧૯૧૯માં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલની પ્રારંભિક બેઠક ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૧ના રોજ મુંબઈના ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવી હતી. નારાયણ ચંદાવરકર તે સમયે વિધાન પરિષદના સભાપતિ બન્યા હતા. ૧૯૬૨થી ૧૯૨૦ સુધીની કાઉન્સિલની બેઠકોનું કામકાજ ગવર્નરની અધ્યક્ષતા હેઠળ થતું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો