આમચી મુંબઈ

રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ દોડાવશે 5,150 એસી ઈ-બસબોરીવલી-થાણે-નાશિક હાઈવે પર દોડશે ઈ-બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણ અને પર્યાવરણના જતન માટે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા રાજ્યમાં 5,150 ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે રાજ્યમાં 173થી બસ સ્ટોપર ઈ-બસ ચાર્જિગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. મુખ્ય પ્રધાનના હસ્તે મંગળવારે થાણેથી ઈ-બસનું લોકાર્પણ કરવામાં આવવાનું છે.
મુંબઈમાં હાલ બેસ્ટ ઉપક્રમ દ્વારા એર કંડશિન્ડ ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. ઈ-બસ પર્યાવરણને અનુરૂપ હોય છે. મુંબઈમાં આ બસને સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી હવે સમગ્ર રાજ્યમાં ઈ-એસી બસ દોડવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. તે મુજબ મંગળવારથી મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સ્પોર્ટ 5,150 ઈ-બસ દોડાવવાની છે. તે માટે રાજ્યભરમાં 173 કરતા વધુ બસ સ્ટોપર ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત બોરીવલી-થાણે-નાશિક આ રૂટ પર બસ ચાલુ કરીને કરવામાં આવવાની છે. મંગળવારથી 32 સીટની એરકંડિશન્ડ ઈ-બસ બોરીવલી-થાણે-નાશિક આ રૂટ પર દોડવામાં આવશે. ટિકિટના ભાવ એશિયાડ બસ જેવા જ હશે. આ બસમાં મહિલાઓને 50 ટકા, 5 વર્ષથી 75 વર્ષના સિનિયિર સિટિઝન નાગરિકને 50 ટકા તો 75 વર્ષથી ઉપરના નાગરિકને 100 ટકા ટિકિટ દરમાં રાહત મળશે. આ બસ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પરથી રિર્ઝવેશન કરાવી શકાશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button