આમચી મુંબઈ

રદ કરેલા ૧૦ તબીબી અભ્યાસક્રમ પર રાજ્યનો ફેરવિચાર

મુંબઈ: કોલેજ ઓફ ફિઝિશ્યન્સ અને સર્જન્સ (સીપીએસ) દ્વારા સાદર કરવામાં આવેલા ૧૦ અભ્યાસક્રમની માન્યતા રદ કરવાના લીધેલા નિર્ણય પર રાજ્યના તબીબી શિક્ષણ અને ઔષધ વિભાગ દ્વારા ફેરવિચાર કરવામાં આવશે. સંલગ્ન સંસ્થાઓમાં વિસંગતિ નજરે પડ્યા પછી માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મુંબઈની કોલેજ ઓફ ફિઝિશ્યન્સ એન્ડ સર્જન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા બધા અભ્યાસક્રમ (કોર્સ)ની માન્યતા રદ કર્યાના ચારેક મહિના પછી રાજ્યના તબીબી શિક્ષણ અને ઔષધ વિભાગ દ્વારા બુધવારે કોર્ટને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની માન્યતા મેળવનાર ૧૦ કોર્સની માન્યતા રદ કરવાના નિર્ણય અંગે ફેરવિચાર કરવામાં આવશે. વિભાગના મુખ્ય સચિવ દિનેશ વાઘમારેએ સોગંદનામું – એફિડેવિટ નોંધાવી હતી જે અનુસાર ૧૦ ફેલોશીપ, ૧૭ ડિપ્લોમા અને ૨ સર્ટિફિકેટ કોર્સ બંધ કરવા ૧૩ જુલાઈએ આદેશ આપવા પૂર્વે સીપીએસને સુનાવણી માટે તક આપવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સીપીએસ સાથે સંલગ્ન ૪૪ સંસ્થામાં વિસંગતિ નજરે પડતા આ આદેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્રની માન્યતા મેળવનાર ૧૦ અભ્યાસક્રમની માન્યતા રાજ્ય સરકાર રદ ન કરી શકે એવો દાવો સીપીએસ દ્વારા કરવામાં આવતા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button