વિકાસના ઢોલનગારા પણ મહારાષ્ટ્રમાં શિક્ષણની છે આ સ્થિતિઃ ડ્રોપ બૉક્સનો આંકડો ચોંકાવનારો

મુંબઈઃ કોઈપણ દેશ કે રાજ્યની પ્રગતિનો માપદંડ જો ઊંચી ઈમારતો, સરાકરી કાર્યક્રમો અને મોટા મોટા વચનો અથવા ફ્રીમાં અપાતી સુવિધાઓ હોય તો વાત અલગ છે, પરંતુ જો તેની સરકારી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, રોજગાર-ધંધામાં સહુલિયત વગેરે માપદંડો હોય તો વિકાસ ખરેખર કેટલો થયો છે તે વિચારવાની જરૂર છે. દરેક બાળકને પોષાય તેવું અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. મહારાષ્ટ્રની સરકાર શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને કેટલા બહાર નીકળી ગયા છે તે આ અહેવાલ જણાવે છે. મિશન ડ્રોપ બોક્સમાં એ વિદ્યાર્થીઓની માહિતી હોય છે જેમણે સરકારી સ્કૂલ જોકે આ જે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડી જાય છે તે અન્ય સ્કૂલોમાં એડમિશન લે છે કે પછી અભ્યાસ જ છોડે છે તે મામલે સપ્ષ્ટતા નથી. આથી ખરો ડ્રોપઆઉટ રેશિયો જાણવો અઘરો છે, તેમ શિક્ષણ વિભાગ કહે છે.
શું છે અહેવાલ
ફડણવીસ સરકારના પહેલા કાર્યકાળમાં અભ્યાસ છોડી ચાલ્યા ગયેલા વિદ્યાર્થીઓ મમલે એક સર્વે કરવાનું શરૂ કરાયું હતું. આ સર્વેમાં તો ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા બહાર આવતી હતી, પરંતુ ખુદ શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ પોર્ટલ પર નોંધાયેલ શાળા બહારના બાળકોનો ડેટા લાખોમાં હોવાનું બહાર આવ્યું છે. અહેવાલ અનુસાર ડ્રોપ બોક્સમાં લગભગ 9 લાખ 75 હજાર છે. થાણે અને પુણેમાં શાળા બહારના બાળકોની સંખ્યા સૌથી વધુ છે.
એક વર્ગમાંથી બીજા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા હકીકતમાં વધવી જોઈએ અથવા એટલી જ રહેવી જોઈએ, પરંતુ જો તે ઓછી હોય, આ વિદ્યાર્થીઓ ક્યાં ગયા તે જોવા માટે મિશન ડ્રૉપ બૉક્સ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. અભ્યાસમાં રસ ન હોવો, યોગ્ય સુવિધાઓ ન હોવી, માતા-પિતામાં શિક્ષણનો અભાવ, માતા-પિતા બન્ને કામ કરતા હોય અને ખાસ કરીને ગરીબી અને બે ટંકના ખાવાની જંજાળમાં બાળકનું શિક્ષણ
Drop Box શું છે
ધોરણ 1 થી 12 ના પાછલા વર્ષના વિદ્યાર્થીઓના પાસ માર્કસ અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને આ વર્ષે આગળના વર્ગના પાસ માર્કસની ગણતરી કરવામાં આવે છે.
આગલા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અગાઉના વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી જ હોવી જોઈએ. જો કે, જો તે ગત વર્ષ કરતા ઓછુ જણાયું તો આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કેમ ન થઈ શક્યું તેનું કારણ શિક્ષણ વિભાગને જાણવા મળે તે માટે આ કરવામાં આવે છે.
આ ઝુંબેશને ‘મિશન ડ્રોપ બોક્સ’ નામ આપવામાં આવ્યું છે જે જાણવા માટે કે છોડી ગયેલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં જોડાયા છે કે અભ્યાસ છોડી દીધો છે. પ્રાઈવેટ એજ્યુકેશન લે છે કે અન્ય માધ્યમો દ્વારા અભ્યાસ કર્યો છે અથવા અન્ય જિલ્લાઓમાં શિફ્ટ થયા છે.
શિક્ષણ વિભાગ સ્કૂલોને ડ્રોપ આઉટ રેશિયો ઝીરો કરવા પર ધ્યાન આપવા કહે છે, પરંતુ શાળા-સંચાલકો ડ્રોપ બોક્સને શૂન્ય કરવામાં મુશ્કેલીઓ છે, જેના માટે ચોક્કસ ઉકેલ યોજનાની જરૂર છે. જ્યાં સુધી વિદ્યાર્થીને અન્ય શાળામાં પ્રવેશ આપવામાં ન આવે ત્યાં સુધી તે ડ્રોપ બોક્સમાં દર્શાવવું જોઈએ નહીં અથવા શિક્ષણ વિભાગે અમુક મહિનાઓની મર્યાદા રાખી શાળાઓને તેને દૂર કરવાની મંજૂરી આપવી જોઈએ. આનાથી શાળાઓના ડ્રોપ બોક્સ શૂન્ય થઈ જશે અથવા તો તેનો ચોક્કસ આંકડો બહાર આવશે.