આમચી મુંબઈ

રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને મરાઠા મુદ્દાનો ઉકેલ લાવે:શરદ પવાર

સોલાપુર: રાજ્યમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ગરમાયો છે. તેમજ મરાઠા આરક્ષણની માગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે ફરી એકવાર રાજ્યના પ્રવાસે છે. આ સાથે જ સોલાપુર જિલ્લાના પ્રવાસે આવેલા શરદ પવારે પણ મરાઠા આરક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તો શું મરાઠાઓને અનામત મળશે? આ સવાલનો જવાબ આપતાં શરદ પવારે ‘મને ખબર નથી’ એવો જવાબ આપ્યો છે. શરદ પવારે એમ પણ કહ્યું કે મરાઠા આરક્ષણનો મુદ્દો રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ઉકેલવો જોઈએ.તો શું મરાઠાઓને અનામત મળશે? આ પ્રશ્ર્નનો જવાબ આપતાં શરદ પવારે કહ્યું હતું કે, મરાઠા આરક્ષણ પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર
રાજ્ય અને કેન્દ્ર સરકારને છે. તેથી બંને સરકારોએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવો અને સમાજમાં કડવાશ ન સર્જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

શરદ પવારે મફત દર્શનને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે રામ લલ્લાના દર્શન મફતમાં કરવામાં આવશે. આ અંગે વાત કરતા શરદ પવારે કહ્યું કે, “તેઓ કહે છે કે દર્શન મફતમાં થશે… પણ શું મંદિર જવા માટે પૈસા લાગે છે? જો કોઈ વ્યક્તિ પંઢરપુર જાય તો તેને દર્શન માટે પૈસા ચૂકવવા પડતા નથી. પરંતુ તેઓ કહે છે કે રામલલ્લાના દર્શન મફતમાં થશે… આનો અર્થ એ થયો કે શાસકો એવા સ્તરે પહોંચી ગયા છે કે તેની ચર્ચા ન કરવી વધુ સારું છે, એમ શરદ પવારે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button