Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ
મુંબઇ: દિવાળીના તહેવારોના પગલે રેલવે સ્ટેશન પર ભીડ વધી રહી છે. જેના પગલે Mumbai બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ગત મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તહેવારોના સમયમાં રેલ્વેમાં સ્ટેશન પર ભીડ સામાન્ય બાબત છે. જ્યારે મુંબઈમાં કામ કરતા લોકો દિવાળીના તહેવારમાં પર મોટી સંખ્યામાં તેમના વતન જતાં હોય છે. આમાંના મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેના કારણે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
Also Read – બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા…
ટ્રેન ઉપડવાનો સમય સવારે 5.10 નો હતો
આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર થયો હતો. ટ્રેન નંબર 22921, બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5.10 વાગ્યે હતો. પરંતુ ટ્રેન 2.55 વાગ્યે પ્લેટફોર્મ પર પહોંચી હતી. ત્યારે મુસાફરોએ ફટાફટ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેના કારણે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોની ઓળખ શબીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઇન્દરજીત સહાની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.