આજથી મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પ ડ્યૂટી અભય યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેમ્પ ડ્યૂટી અભય યોજના-૨૦૨૩ અમલમાં મૂકીને રાજ્યની મહેસુલી આવકમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેનો લાભ રાજ્યના અનેક આર્થિક વ્યવહારોના રજિસ્ટ્રેશન ન કરાવી શકેલા લોકોને મળશે.
રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેમ્પ ડીલર પાસેથી અથવા ચીફ ક્ધટ્રોલર ઓફ રેવન્યુ દ્વારા અધિકૃત કરવામાં આવેલી યંત્રણા મારફતે વેચાણ કરવામાં આવેલા કોઈપણ રકમના સ્ટેમ્પ પેપર પર આ છૂટ લાગુ રહેશે.
પહેલી જાન્યુઆરી ૧૯૮૦થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી એક્ઝીક્યુટ કરવામાં આવેલા, પરંતુ
હજી સુધી રજિસ્ટર ન કરવામાં આવેલા ડીડનું રજિસ્ટ્રેશન કરતી વખતે તેના પર લાગુ થતી સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમમાં અભય યોજના હેઠળ માફી આપવામાં આવશે. આ અભય યોજના પહેલી ડિસેમ્બર-૨૦૨૩થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી અને ત્યાર બાદ પહેલી ફેબ્રુઆરી-૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી એમ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.