કાર્તિકી એકાદશી યાત્રા નિમિત્તે એસટી ૧,૧૫૦ વધારાની બસ દોડાવશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કાર્તિકી એકાદશી યાત્રા નિમિત્તે એસટી ૧,૧૫૦ વધારાની બસ દોડાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આ વર્ષે પંઢરપૂરમાં બે નવેમ્બરના થનારી કાર્તિકી એકાદશીની યાત્રા માટે રાજ્યભરમાંથી ઉમટનારા ભક્તો માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા વધારાની ૧,૧૫૦ બસ દોડાવવામાં આવવાની છે.

પંઢરપૂરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ‘ચંદ્રભાગા’ આ યાત્રા બસસ્ટોપ પરથી ૨૮ ઑક્ટોબરથી ત્રણ નવેમ્બર દરમ્યાન કાર્તિકી એકાદશી યાત્રા નિમિત્તે વધારાની બસ દોડાવવામાં આવશે. અહીં ડેપોમાં ૧,૦૦૦ બસની પાર્કિંગની વ્યવસ્થા છે.

આપણ વાચો: મહારાષ્ટ્રમાં કાર્તિકી એકાદશીના દિવસે આ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે

એકાદશીના દિવસે એસટી બસને કારણે ટ્રાફિક જૅમ થાય નહીં તે માટે ‘ચંદ્રભાગા’ બસ સ્ટોપ પર ૧૨૦ કરતા વધુ એસટી કર્મચારી હાજર રહેશે. બસના સમારકામ અને દેખરેખ માટે સ્વતંત્ર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પંઢરપૂર શહેરની બહાર રોડ પર બસ બગડી જાય તો તેનું સમારકામ કરવા માટે ખાસ ટીમ તહેનાત કરવામાં આવી છે. ગર્ભવતી માતા અને નાના બાળકોને સાથેની મહિલાઓને માટે બસ સ્ટોપ પર ખાસ અલાયદા કક્ષની વ્યવસ્થા કરવામાં આવી છે.

આપણ વાચો: “કાર્તિકી એકાદશીએ ફડણવીસને પૂજા નહીં કરવા દઇએ

આ યાત્રા દરમ્યાન ૪૦ કરતા વધુ પ્રવાસીઓ એક થઈને પોતાના ગામમાંથી પંઢરપૂર જવા માટે એસટી ઓથોરિટી પાસે બસની માગણી કરશે તો તેમને ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવું આશ્ર્વાસન સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

સિનિયિર સિટીઝન અને મહિલાઓ માટે ૫૦ ટકા અને ૭૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે મફત પ્રવાસની સગવડ રહેશે.
ગયા વર્ષે કાર્તિકી યાત્રામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટે લગભગ ૧,૦૫૫ વધારાની બસ દોડાવી હતી, તેમાં લગબગ ૩ લાક ૭૨ હજાર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને લગભગ છ કરોડની આવક રળી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button