એસટી બસના ડ્રાઇવરની મારપીટના કેસમાં બે જણ નિર્દોષ જાહેર

થાણે: વિવાદ બાદ એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસના ડ્રાઇવરની મારપીટ કરવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા.
એડિશનલ સેશન્જ જજ જી.ટી. પવારે ભારતીય દંડસંહિતાની કલમ 353, 333 અને 504 હેઠળ જય અનિલ દેશમાને અને રાહુલ દાદાસાહેબ ખેરાડકરને નિર્દોષ જાહેર કર્યા હતા. 26 નવેમ્બરે કોર્ટે આ આદેશ આપ્યો હતો.
20 જાન્યુઆરી, 2021ના રોજ નોંધાયેલા એફઆઇઆર અનુસાર એમએસઆરટીસીના ડ્રાઇવર માધવ અંબાદાસ વાઘમારેએ આરોપ કર્યો હતો કે સૂરજ વોટર પાર્ક નજીક સ્કૂટરને ઓવરટેક કરવાને મુદ્દે વિવાદ થયા બાદ આરોપી બસમાં પ્રવેશ્યા હતા અને મારપીટ કરી હતી.
આપણ વાચો: નાણાકીય વિવાદમાં પાલિકાના અધિકારીના ઇશારે મારપીટ કરાઈ હોવાનો ગુજરાતી વેપારીનો આક્ષેપ
આ કેસમાં બસ ડ્રાઇવર અને ક્ધડક્ટર સહિત ચાર સાક્ષીદારને તપાસવામાં આવ્યા હતા. જજ પવારે પોતાના આદેશમાં એ ધ્યાન દોર્યું હતું કે તપાસકર્તા પક્ષ ડેપોના મેનેજરની પૂછપરછ કરવામાં નિષ્ફળ ગયો હતો, જેથી પુરવાર કરી શકાય કે ફરિયાદી ડ્રાઇવર અને ક્ધડક્ટર મારપીટ સમયે ફરજ પર હાજર હતા.
તપાસકર્તા અધિકારીએ આ કેસમાં નજરે જોનારા સાક્ષીદારની પૂછપરછ કરી નહોતી અથવા સ્વતંત્ર સાક્ષીદારનું નિવેદન નોંધ્યું નહોતું, એવું કોર્ટે નોંધ્યું હતું. (પીટીઆઇ)



