પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ પરીક્ષા શરૂ થયાની પંદર મિનિટમાં પેપર લીક

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસમાની પરીક્ષા માટે કરવામાં આવેલા તમામ દાવાઓ શુક્રવારે પોકળ સાબિત થયા હતા. દસમા ધોરણના પહેલા જ દિવસે પેપર લીક થયું હતું. પેપર શરૂ થયાના 15 મિનિટમાં જ પ્રશ્નપત્ર બહાર આવ્યું હતું. ત્યાર બાદ એવું બહાર આવ્યું હતું કે ઉત્તરવહીઓની ફોટોકોપી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ પણ વાંચો: પરીક્ષાનું ટેન્શન ખતમ, CBSE ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યું મોટું અપડેટ
મહારાષ્ટ્રના જાલના અને યવતમાળમાં પેપરલીકની ઘટના બની હતી, આને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ ઊભો થયો હતો, જ્યારે બોર્ડ પ્રશાસનના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21મી ફેબ્રુઆરી, 2025થી રાજ્યભરમાં 10 ધોરણની પરીક્ષાઓ શરૂ થઇ હતી. રાજ્યમાં 16.11 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાંથી 8.64 લાખ છોકરાઓ અને 7.47 લાખ છોકરીઓ અને 19 ટ્રાન્સજેન્ડરે પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો: પરીક્ષામાં કોપી કરવા ન દેતા વિદ્યાર્થીને ગોળી મારી; બિહારમાં સાસારામમાં હોબાળો
આ માહિતી બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ એક પત્રકાર પરિષદમાં આપી હતી. 23492 માધ્યમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓની નોંધણી થઇ હતી. તેમણે કહ્યું હતું કે પરીક્ષા 5130 કેન્દ્રોમાં લેવામાં આવશે. આજે સવારે 11 વાગ્યે જ્યારે પહેલી પરીક્ષા શરૂ થઇ હતી અને જાલનામાં 15 મિનિટમાં જ પ્રશ્નપત્ર બહાર આવ્યું હતું. આ ઘટના જાલનામાં બદનાપુર સ્થિત કેન્દ્રમાં બની હતી.
ઉત્તરહીઓની ઝેરોક્સ કોપી અહીંના ઝેરોક્ષ સેન્ટરમાં કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આને કારણે વાલીઓમાં રોષ ફેલાયો હતો. જોકે યવતમાળમાં પણ આવી જ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.