મરીન ડ્રાઈવ સુશોભીકરણકામના શ્રીગણેશ
હેરિટેજ વિકાસ માટે સલાહકારની નિમણૂક
મુંબઈ: મરીન ડ્રાઈવ અને ફ્લોરા ફાઉન્ટન અને એશિયાટિક લાઈબ્રેરી વિસ્તારમાં દેશ-વિદેશથી પર્યટકો અને નાગરિકોની સુખસુવિધાના દૃષ્ટિકોણથી આ વિસ્તારનો હેરિટેજ વિકાસ કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. આ કામ કઇ પદ્ધતિથી કરવામાં આવશે એ માટે પાલિકાએ પ્રોજેક્ટ વ્યવસ્થાપન સલાહકાર સંસ્થા અને પ્રોજેક્ટ સલાહકારની નિમણૂક માટે ઈચ્છુકો પાસેથી પ્રસ્તાવ મગાવ્યા છે.
મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં નાગરી સુવિધા, સ્વચ્છતા અને સુશોભીકરણ કામની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મે મહિનામાં નિરીક્ષણ કર્યું હતું. મરીન ડ્રાઈવ વિસ્તારમાં સમુદ્રની દિશામાં ઊભેલી બિલ્ડિંગને ખાસ પ્રકારના રંગરોગાન કરવામાં આવે. આ ઉપરાંત શૌચાલય, સ્વચ્છતા અને આંતરરાષ્ટ્રીય દરજ્જાનો લેઝર શો આ ઠેકાણે શરૂ કરવો, એવું સ્પષ્ટ કરીને હાલમાં ચાલી રહેલા સુશોભીકરણના કામ અને સ્વચ્છતા અનુરૂપ મુખ્ય પ્રધાને વિવિધ સૂચના આપી હતી.
પાલિકા મુખ્યાલયમાં આ પાર્શ્ર્વભૂમિ પર થોડા દિવસ પહેલાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન ડ્રાઈવ વિસ્તારમાં સમુદ્રની દિશામાં બેઠક વ્યવસ્થા, શૌચાલય સુવિધા આગામી સમયમાં ઊભી કરાશે, એવું કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું. પર્યટકો સમુદ્રને નિહાળી શકે એ માટે સુંદર, સરસ જગ્યા મળશે. એ દૃષ્ટિએ જ કામની શરૂઆત કરવામાં આવી હોવાનું કમિશનરે જણાવ્યું હતું. આ તમામ કામ માટે સલાહકારની નિમણૂક કરવામાં આવશે, એવું કમિશનરે વધુમાં જણાવ્યું હતું.ઉ