આમચી મુંબઈ

મુંબઈમાં અકસ્માતોમાં નિયંત્રણ માટે ટ્રાફિક વિભાગે ભર્યું સૌથી મોટું પગલું

મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલુ જ હોય છે. ત્યારે આટલા પહોળા રસ્તા કર્યા બાદ પણ મુંબઈમાં ઘણી જગ્યાએ રોડ અકસ્માત થતા જોવા મળે છે. જેના કારણે મુંબઈ ટ્રાફિક પોલીસે કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઘણા વિસ્તારોમાં ગતિ મર્યાદાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. મુંબઈમાં આ સ્પીડ લિમિટના નિયમો આજથી એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજથી લાગૂ કરવામાં આવશે. ત્યારે મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા કયા વિસ્તારમાં કેટલી સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે તેના વિશે જાણીએ.

પીડીમેલો રોડ:

-ગોદરેજ જંક્શનથી ઓપેરા હાઉસ સુધીનો મહર્ષિ કર્વી રોડ-40 કિમી પ્રતિ કલાક

-હાજીઅલી જંક્શનથી મહાલક્ષ્મી રેલવે સ્ટેશન કેશવરાવ ખાડે રોડ-40 કિમી પ્રતિ કલાક

નોર્થ સાઉથ ફ્લાયઓવર, છેડા નગર:

-ઉપર જતો અને નીચે આવતો રૈંપ – 40 કિમી પ્રતિ કલાક
-બિંદુ માધવ ચોક થી લવ ગ્રોવ જંકશન ખાન અબ્દુલ ગફાર ખાન રોડ : 60 કિમી પ્રતિ કલાક
-ડાયમંડ જંકશન થી એમટીએનએલ રોડ(BKC)- 60 કિમી પ્રતિ કલાક

જીજામાતા ભોંસલે ફ્લાયઓવર (ચેમ્બુર):

-ઉપર જતો અને નીચે આવતો રૈંપ – 40 કિમી પ્રતિ કલાક

અમર મહેલ ફ્લાયઓવર (ચેમ્બુર):

-ઉપર જતો અને નીચે આવતો રૈંપ – 40 કિમી પ્રતિ કલાક

વીએલઆર ફ્લાઈઓવર (પશ્ચીમથી પૂર્વ તરફ):

ઉપર જતો અને નીચે આવતો રૈંપ – 30 કિમી પ્રતિ કલાક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button