દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્ય કેસમાં હવે મહારાષ્ટ્ર સરકારે વિરોધી પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની તપાસ માટે એસઆઇટી નિમણૂક કરવાનો ફેસલો લીધો છે. આદિત્ય ઠાકરેની તપાસ કરવા માટેની આ એસઆઇટી ટીમનું નેતૃત્વ મુંબઈ સ્પેશિયલ પોલીસ કમિશ્નર દેવેન ભારતીને આપવામાં આવે એવું સૂત્રોએ માહિતી આપી હતી. દિશા સાલિયાનની મોત તેના ઘરમાં લપસી જવાથી થયું હોવાનું પોલીસમાં સામે આવ્યું હતું પણ આ મામલો વિવાદોમાં ઘેરાતા આ મામલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિયાળુ સત્રમાં આ મામલે એસઆઇટી તપાસનો આદેશ આપ્યો હતો.

મુંબઈ સ્પેશિયલ પોલીસ કમિશ્નર દેવેન ભારતીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકની એક વ્યક્તિ છે. રાજયમાં સત્તા પલટ થયા બાદ ૨૦૨૩માં તેમની મુંબઈના પહેલા વિશેષ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. દેવેન ભારતીએ તેમની પૂર્ણ કારકિર્દીમાથી ૨૯ વર્ષ સુધી મુંબઈમાં સેવા આપી છે. મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં કસાબને સજા અપાવવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button