Cold Play Concert માટે મધ્ય રેલવે વિશેષ એસી ટ્રેન દોડાવશે

મુંબઈઃ ગયા અઠવાડિયે નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ‘કોલ્ડ પ્લે’ ઈવેન્ટ યોજાયા બાદ હવે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ અમદાવાદ, ગુજરાત ખાતે આ કોન્સર્ટ યોજાશે, આ માટે મધ્ય રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ એસી ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
લોકમાન્ય તિલક ટર્મિનસ – અમદાવાદ – લોકમાન્ય તિલક ટર્મિનસ એસી સ્પેશિયલ બે રાઉન્ડ ચાલશે. ટ્રેન નંબર ૦૧૧૫૫ એસી સ્પેશિયલ ૨૫મી જાન્યુઆરીના બપોરે ૧૨.૫૫ વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૧ વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ પણ વાંચો: Coldplay concert in Navi Mumbai: વધુ ટ્રેન અને બસ દોડાવવાનો પ્રશાસનનો દાવો…
ટ્રેન નંબર ૦૧૧૫૬ એસી સ્પેશિયલ અમદાવાદથી ૨૬મી જાન્યુઆરીએ બપોરે ૨ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, કમાન રોડ, વસઈ રોડ, વાપી, ઉધના, સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં બે ફર્સ્ટ અને સેકન્ડ એસી, ૪ સેકન્ડ એસી, ૧૪ થર્ડ એસી અને ૧ જનરેટર કાર કોચ હશે.
દાદર – અમદાવાદ – દાદર એરકન્ડિશન્ડ સ્પેશિયલ બે રાઉન્ડ ચાલશે. ટ્રેન નંબર ૦૧૧૫૭ એર કન્ડિશન્ડ સ્પેશિયલ ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૫ વાગ્યે દાદરથી ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૧ વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર ૦૧૧૫૮ એર કન્ડિશન્ડ સ્પેશિયલ ૨૭ જાન્યુઆરીના રોજ બપોરે ૨ વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧૨.૫૫ વાગ્યે દાદર પહોંચશે.
આ પણ વાંચો: Coldplay Concert માટે આટલો ક્રેઝ! ફેન્સ નવી મુંબઈમાં હોટેલ રૂમ માટે લાખો ચૂકવી રહ્યા છે
આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, કમાન રોડ, વસઈ રોડ, વાપી, ઉધના, સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં બે ફર્સ્ટ એસી, બે ફર્સ્ટ અને સેકન્ડ એસી, ૧ સેકન્ડ એસી, ૨ સેકન્ડ એન્ડ થર્ડ એસી, ૯ થર્ડ એસી અને ૨ સેકન્ડ સીટિંગ ગાર્ડ બ્રેક વૅન સાથે હશે. આ સ્પેશિયલ ટ્રેનનું રિઝર્વેશન ૨૩ જાન્યુઆરીથી તમામ કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સેન્ટર અને રેલવેની અધિકૃત વેબસાઈટ પર શરૂ થશે, એમ સેન્ટ્રલ રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.