ધનંજય મુંડેએ સરકારી બંગલો ખાલી કરવો જોઈએ: સામાજિક કાર્યકર્તા દમણિયા | મુંબઈ સમાચાર

ધનંજય મુંડેએ સરકારી બંગલો ખાલી કરવો જોઈએ: સામાજિક કાર્યકર્તા દમણિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડેએ મુંબઈમાં તેમનો સરકારી બંગલો 48 કલાકમાં ખાલી કરવો જોઈએ એવી માગણી કરી હતી અને એવો દાવો કર્યો હતો કે તેમણે નિવાસસ્થાનનો આટલો સમય ઉપયોગ કર્યો તે બદલ રાજ્ય સરકારે તેમની પાસેથી 46 લાખ રૂપિયા વસૂલ કરવા જોઈએ.

દમણિયાએ ચેતવણી આપી હતી કે જો મુંડે ‘સાતપુડા’ બંગલો ખાલી કરવામાં અને બાકી રહેલા 46 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેઓ રાજ્ય સરકારને કાનૂની નોટિસ મોકલશે.

મુંડેએ અગાઉ એવો દાવો કર્યો હતો કે તેમની પાસે મુંબઈમાં ઘર નથી, પરંતુ તેમના 2024ના ચૂંટણી સોગંદનામામાં ગિરગામ ચોપાટી ખાતે એક ફ્લેટનો ઉલ્લેખ છે જે હાલમાં ઉપયોગમાં નથી. તેથી, તેમના માટે સત્તાવાર બંગલામાં રહેવાનું ચાલુ રાખવું ખોટું છે. તેમણે 46 લાખ રૂપિયાનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું જોઈએ, એમ તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું.

આપણ વાંચો: ધનંજય મુંડે સામેના આક્ષેપોની તપાસ માટે દમણિયાને એસીબીને સમક્ષ હાજર થવાનું ફરમાન…

મધ્ય મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એનસીપીના નેતાએ પાંચ મહિનાથી વધુ સમય પહેલા અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતાના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમણે સરકારી નિવાસસ્થાન ખાલી કર્યું નથી. માર્ચની શરૂઆતમાં મુંડેએ રાજીનામું આપ્યું હતું.

મુંડેએ અગાઉ કહ્યું હતું કે તેઓ બંગલો છોડી શકતા નથી કારણ કે તેમની પાસે મુંબઈમાં રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી.
જોકે, દમણિયાએ નિર્દેશ કર્યો હતો કે એનસીપી નેતાના 2024ના ચૂંટણી સોગંદનામામાં ‘વીરભવન’ નામની ઇમારતમાં 2,151 ચોરસ ફૂટના ફ્લેટનો ઉલ્લેખ હતો, જે ચાર બેડરૂમનું એપાર્ટમેન્ટ લાગતું હતું.

કાર્યકર્તાએ એવી પણ દલીલ કરી હતી કે કાયદા મુજબ, મુંડેએ તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરવો જોઈએ કારણ કે તેઓ હવે કેબિનેટ પ્રધાન નથી. દમણિયાએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર રાજ્ય સરકારને કાનૂની નોટિસ મોકલશે.

આપણ વાંચો: મુંડેના ક્વોટાનું પ્રધાનપદ, મુંડેના ખાતા બાદ હવે છગન ભુજબળને ધનંજય મુંડેનો જ બંગલો મળ્યો

જો મુંડે 48 કલાકની અંદર આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમણે કહ્યું કે તેઓ સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવશે અને બંગલામાંથી તેમને ખાલી કરાવવાની સાથે બાકી રકમ વસૂલવા માટે દબાણ લાવશે.

ભૂતપૂર્વ પ્રધાનના નજીકના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે મુંબઈમાંનું તેમનું હાલનું ઘર નવીનીકરણ હેઠળ છે અને તેથી તેમણે સરકારને વિનંતી કરી છે કે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સત્તાવાર બંગલામાં રહેવાની મંજૂરી આપવામાં આવે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button