આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારના લોકોને મળશે આ બસની સુવિધા

મુંબઈ: ઇંધણનો ઓછો બગાડ અને પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એના માટે ઇલેક્ટ્રિક બસનો વપરાશ વધારવા માટે કેન્દ્ર સરકાર સક્રિયપણે કામગીરી કરી રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આવી જ 5,000 ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. આ જ યોજના અન્વયે સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા થાણેમાં ઈલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારના લોકોને પણ એસી ઈલેક્ટ્રિક બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, એમ શિંદેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં વિભિન્ન તબક્કામાં આ બસ એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ)ના કાફલામાં સામેલ કરવામાં આવશે. થાણેથી નાશિક અને બોરીવલીથી નાશિક વચ્ચે 20 બસ દોડાવવામાં આવશે. શહેરોમાં ઈલેક્ટ્રિક બસ દોડાવાય છે, પરંતુ ગામવાસીઓને આ સુવિધા મળતી નથી, તેથી ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈલેક્ટ્રિક અને એસી બસ દોડાવવામાં આવશે. એસટીના સ્ટેન્ડની કાયાપલટ માટે 600 કરોડની ફાળવણી કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

મુંબઈ સહિત અન્ય મહાનગરોમાં વધતી પ્રદૂષણની સમસ્યાના કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)માં 5,000 જેટલી ઇલેક્ટ્રિક બસની સુવિધા મળવાથી લોકોને પરિવહન ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ આવી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે, ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેના ખાપોટ ડેપો ખાતે એમએસઆરટીસી(મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશન)ની ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ એ વખતે તેમની નજર ત્યાં શૌચાલય ઉપર પડી જેની હાલત બિસ્માર હતી. એ જોઇને શિંદે ભડકી ઉઠ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી શૌચાલયની સ્વચ્છતા જાળવવાની અને બાકીની ગંદકી દૂર કરી યોગ્ય જાળવણી કરવાની ચેતવણી આપી હતી. પોતે શૌચાલયની સ્થિતિ કેવી છે તે જોવા માટે બે-ત્રણ દિવસમાં પાછા ફરશે એમ પણ શિંદેએ કહ્યું હતું.

જો શૌચાલયની સફાઇ ન થઇ તો જેમણે કામ કર્યું તેમની સફાઇ કરવામાં આવશે એવી ચીમકી આપી હતી. રાજ્યમાં સ્વચ્છતા અભિયાન શરૂ છે ત્યારે ડેપોના રેસ્ટ રૂમ અને ટોઇલેટ પણ સ્વચ્છ હોવા જોઇએ, એવી સૂચના તેમણે અધિકારીઓને આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. Anni karma Kharar condition Borivali east Nancy bus dept ni chhe.
    Koe proper platform nothing.
    Bus aave tyare jaherat that hoi chhe.
    Bus depot no road ekdam bismar halat ma chhe.
    Rickshaw aandar sudhi aavi jati hoi chhe.
    Khub Dhyanesh aapva jevi baba chhe.
    Shindesahebe ekvar..achanak mulakat Leva jevi chhe.

    Jagmohan joshi.

Back to top button