આમચી મુંબઈ

તો બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ નહીં

પુણે: રાજ્યના શાળા શિક્ષણ વિભાગે શિક્ષણ અધિકાર કાયદામાં (આરટીઈ) મહત્ત્વનો ફેરફાર કર્યો છે. તે અનુસાર હવે સરકારી કે પછી અનુદાનિત શાળાના એક કિલોમીટરના વિસ્તારમાં આવેલી બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ફેરફારને કારણે અનેક ખાનગી શાળામાં ઉચ્ચ શિક્ષણથી ગરીબ છોકરાઓ વંચિત રહે એવી શક્યતા વધુ છે.

શિક્ષણ હક કાયદા અંતર્ગત આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પછાત વર્ગના વિદ્યાર્થીઓની ખાનગી શાળામાં પચીસ ટકા જગ્યા આરક્ષિત રાખવામાં આવતી હોય છે. આમાં અંગ્રેજી માધ્યમની શાળાનું પ્રમાણ વધુ છે. રાજ્યમાં અંદાજે એક લાખથી વધુ જગ્યા ર વિદ્યાર્થી આરટીઈ અંતર્ગત ઓનલાઈન પદ્ધતિથી પ્રવેશ લેતા હોય છે. આ વિદ્યાર્થીઓની ફીની ભરપાઈની રકમ સરકાર તરફથી શાળાને આપવામાં આવતી હોય છે. જોકે કરોડો રૂપિયાની ભરપાઈ પેન્ડિંગ હોવાથી સ્કૂલના પ્રિન્સિપાલોમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. એ જ પાર્શ્ર્વભૂમિ પર આરટીઈ કાયદામાં ફેરફાર કરીને સરકારી અને અનુદાનિત શાળામાં પ્રવેશ પર વધુ જોર આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા ગેઝેટ અનુસાર વંચિત અને નબળા ઘટકોમાં પચીસ ટકા પ્રવેશ માટે જે ખાનગી બિનઅનુદાનિત શાળાના એક કિલોમીટરના વિસ્તારમાં સરકારી કે પછી અનુદાનિત શાળા છે, એવી શાળા સ્થાનિક ઓથોરિટી તરફથી નીમવામાં આવશે નહીં. એ જ પ્રમાણે આરટીઈ કાયદામાં નિયમ ચારના પેટાનિયમ પાંચ અંતર્ગત નીમવામાં આવેલી કોઇ પણ ખાનગી બિન અનુદાનિત શાળા કલમ ૧૨ની પેટાકલમ બે અનુસાર ભરપાઈ પાત્ર ઠરશે નહીં, એવું જણાવવામાં આવ્યું છે. સરકારે પ્રસિદ્ધ કરેલા ગેઝેટમાં સુધારા કરવામાં આવ્યા અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે આરટીઈ પ્રવેશપ્રક્રિયા શરૂ કરવાની સૂચના રાજ્યના નાયબ સચિવ તુષાર મહાજને શિક્ષણ કમિશનર અને પ્રાથમિક શિક્ષણ પ્રિન્સિપાલને આપી છે. આરટીઈ અંતર્ગત ૮૦ હજાર શાળા પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આને કારણે આરટીઈમાં પ્રવેશ વધવામાં મદદરૂપ બનશે, એવો દાવો કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button