આમચી મુંબઈ

…તો બાપ્પાની પીઓપીની મૂર્તિ પર મૂકાશે સંપૂર્ણપણે પ્રતિબંધ?

પાલિકાના સોગંદનામા મળ્યા સંકેત

મુંબઈઃ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળ (સીપીસીબી)ના 12મી મે, 2020 રોજ આપવામાં આવેલી સુધારિત ગાઈડલાઈન પ્રમાણે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનાવવામાં આવેલી મૂર્તિનું કુદરતી તળાવોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ સહિત રાજ્યભરમાં હજી આનો સંપૂર્ણ અમલ નથી કરવામાં આવ્યો. હવે આરે કોલોનીના નિમિત્તે મુંબઈ મહાપાલિકાએ મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં મુંબઈમાં આગામી વર્ષે પીઓપી મૂર્તિનું તળાવ, કૂવા અને નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, એવા સંકેત મળી રહ્યા છે.

આરે કોલોનીમાં આવેલું તળાવ એ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમ છતાં પાલિકા દ્વારા આ તળાવમાં ગણપતિ વિસર્જનની મંજૂરી આપવામાં આવી હોવાને કારણે એક એનજીઓએ એડ. તુષાદ કકાલિઆની મદદથી જનહિતની અરજી કરીને આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો.


આ અરજીનો જવાબ આપતી વખતે સીપીસીબીની ગાઈડલાઈન્સની અમલબજાવણી 2022થી ત્રણ વર્ષમાં એટલે કે 2024 સુધી એમ તબક્કાવાર કરવાનું નક્કી કર્યું હોવાનું પાલિકાએ શુક્રવારે દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું. તેની સાથે સાથે આ વર્ષે શાડૂની માટીમાંથી મૂર્તિ બનાવવામાં અનેક જગ્યાએ વિનામૂલ્ય જગ્યા ઉપલબ્ધ કરાવી આપવાની સાથે સાથે 2400 ટન શાડૂની માટી પણ પૂરી પાડવામાં આવી હતી એવું પણ પાલિકાએ વધુમાં ઉમેર્યું હતું. આવતા વર્ષથી પીઓપીની મૂર્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે, એવો ઈશારો પણ પાલિકાએ પોતાના સોગંદનામામાં આપ્યો છે.


આરે કોલોનીના તળાવોમાં વિસર્જન માટે પરવાનગી આપવામાં આવે એ માટે પાલિકાએ 19મી જુલાઈના રોજે પત્ર લખીને આરે પ્રશાસનના મુખ્ય કાર્યકારી અધિકારીને વિનંતી કરી હતી. આરે કોલોની એ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોવાનું કારણ આપીને સીઈઓએ 11મી ઓગસ્ટના પત્ર લખીને આ વિનંતી નકારી હતી.
સમય ઓછો હોવાને કારણે હવે બીજી જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવાનું અઘરું હોવાને કારણે માત્ર આ વર્ષે આ તળાવમાં વિસર્જન કરવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી 18મી ઓગસ્ટના પત્ર લખીને પ્રશાસનને પાછી કરી છે, એવું પણ પાલિકાએ કોર્ટમાં રજૂ કરેલી સોગંદનામામાં જણાવ્યું હતું. આ અંગે આગામી સુનાવણી સોમવારના થવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન