આમચી મુંબઈ

સમૃદ્ધિ હાઈ-વેનાં ૧૬ સ્થળે સરકાર સ્માર્ટ સિટી બનાવશે?

મહારાષ્ટ્રમાં 'મહાયુતિ' સરકારનો જાણો માસ્ટર પ્લાન!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સમૃદ્ધિ એક્સપ્રેસ-વે ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે ખૂલવાની તૈયારી થઈ રહી છે, ત્યારે હવે સરકારે સમૃદ્ધિ માર્ગ સાથે સંકળાયેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના નિર્માણને ગતિ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે ૩૦મીએ બેઠક બોલાવવામાં આવી છે.

મહાયુતિ સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો મહત્વાકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ સમૃદ્ધિ મહામાર્ગ હવે પૂર્ણત્વને આરે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં સમૃદ્ધિ હાઈ-વેના છેલ્લા તબક્કાનું કામકાજ શરૂ થશે અને ત્યાર બાદ સમૃદ્ધિ હાઈવે પર ૧૬ સ્થળોએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બનાવવાની ગતિવિધિઓએ શરૂ થઈ છે અને આ અંગે ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ૩૦ ડિસેમ્બરે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંગે મુંબઈમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્માર્ટ સિટી ખરેખર શું છે?
નાગપુર અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડનારા ૭૦૧ કિલોમીટરના સમૃદ્ધિ હાઈવે હવે છેલ્લો તબક્કો થોડા દિવસોમાં કાર્યરત થવા જઈ રહ્યો છે, પરંતુ તે પછી સરકાર કામે લાગી ગઈ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર જે તે પ્રોજેક્ટનો બીજો તબક્કો છે. સૂત્રોએ માહિતી આપી છે કે પ્રથમ ૧૦૦ દિવસમાં જે પ્રાથમિકતાના કામો કરવાના છે તેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામો સામેલ છે અને તે મુજબ સરકાર સમૃદ્ધિ હાઇ-વે પર ૧૬ સ્થળોએ સ્માર્ટ સિટી બનાવશે.

રાજ્યમાં મહાયુતિની સરકાર આવ્યા બાદ પ્રથમ ૧૦૦ દિવસમાં કરવાના અગ્રતાના કામોમાં સ્માર્ટ સિટીમાં પ્રથમ બે સ્થાને હવે સ્માર્ટ સિટીની કામગીરીને ગતિ મળી છે. તેમાં નાગપુર નજીક વર્ધા જિલ્લામાં વિરુન અને બુલઢાણા જિલ્લામાં સિંદખેડ રાજા નજીકના માળસાવરગાંવ ખાતેના સ્માર્ટ સિટીના કામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ; Christmas Gift: 31 ડિસેમ્બરના મુંબઈમાં લોકલ ટ્રેનો 24 કલાક દોડશે

સમૃદ્ધિ હાઈવેની બાજુના સ્માર્ટ સિટીના ફાયદા શું છે? સ્માર્ટ સિટી વિસ્તારમાં ખેતીને લગતા ઉદ્યોગો શરૂ થવાથી ખેડૂતોને મોટી સંખ્યામાં રોજગારી મળશે. આ જગ્યાએ કૃષિ, વાણિજ્ય, આયાત-નિકાસ વ્યવસાયને લગતા ઉદ્યોગો બનશે, ખેડૂતોને ફાયદો થશે. આ વિસ્તારમાં સંકળાયેલા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સ્માર્ટ સિટી વિસ્તારોમાં ખેડૂતોને તેમની પેદાશોની નિકાસ કરવા માટે જેએનપીટી અને વાઢવણ બંદરો સાથે કનેક્ટિવીટી મળશે.

કયાં ૧૬ સ્થળો બનશે સ્માર્ટ સિટી?

૧) વિરુલ (ચેઈનેજ – ૮૦) વર્ધા.
૨) દત્તપુર (ચેઈનેજ – ૧૦૫.૭) અમરાવતી.
૩) શિવની (ચેઈનેજ – ૧૩૭.૫) અમરાવતી.
૪) શેહ (ચેઇનેજ – ૧૮૨.૫ ) કારંજા વાશીમ.
૫) વાનોજ ( ચેઇનેજ – ૨૧૦.૫ ) વાશિમ.
૬) રિધોરા ( ચેઇનેજ – ૨૩૯.૬ ) વાશિમ.
૭) સાબરા (ચેઈનેજ – ૨૮૩.૩) મેહકર બુલઢાણા
૮) માળ- સાવરગાંવ (ચેઈનેજ – ૩૪૦) બુલઢાણા
૯) જામવાડી (ચેઈનેજ – ૩૬૫) જાલના.
૧૦) હડસ પિંપલગાંવ (ચેઈનેજ-૪૭૦)
૧૧) જાંબરગાંવ (ચેઈનેજ – ૪૮૮.૫) સંભાજીનગર.
૧૨) ધોત્રા (ચેઈનેજ ૫૦૫) કોપરગાંવ નગર.
૧૩) સાવળા વિહીર (ચેઈનેજ – ૫૨૦) નગર.
૧૪) ફુગાલે (ચેઈનેજ – ૬૩૫) થાણે.
૧૫) સપગાંવ (ચેઈનેજ – ૬૭૦ ) થાણે.
૧૬) લેણાડ (ચેઈનેજ – ૬૭૩) થાણે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button