આમચી મુંબઈ

કલ્યાણમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીએ 19મા માળેથી લગાવી મોતની છલાંગ…

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં પરીક્ષામાં ઓછા માર્કસ આવવાને કારણે હતાશ થયેલી છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીએ ઇમારતના 19મા માળેથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો, એમ પોલીસે જણાવ્યુંં હતું.

પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણ પશ્ર્ચિમમાં ગુરુવારે આ ઘટના બની હતી. વિદ્યાર્થિની 14 વર્ષની વયની હતી અને માતા, બહેન અને દાદી સાથે રહેતી હતી. નિયમિત અભ્યાસ કરવા છતાં પરીક્ષામાં સારા માર્કસ લાવી શકવાને કારણે તે હતાશ થઇ હતી.

દિવાળી અગાઉ લેવાયેલી પરીક્ષામાં તેને ઓછા માર્કસ આવ્યા હતા અને શિક્ષકો તેને પરીક્ષામાં દેખાવ સુધારવા માટે વારંવાર સલાહ આપતા હતા, જેને કારણે તે તાણ હેઠળ હતી, એમ પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું.

દરમિયાન વિદ્યાર્થિનીએ ગુરુવારે 19મા માળે આવેલા તેના ફ્લેટની બારીમાંથી ઝંપલાવ્યું હતું અને તે નીચે પાર્ક કરાયેલ ટૂ-વ્હીલર પર પટકાઇ હતી.

વિદ્યાર્થિનીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. ખડકપાડા પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button