Salman Khan firing case: છઠ્ઠો આરોપી હરિયાણાથી પકડાયો
મુંબઈઃ બોલીવૂડ સ્ટાર Salman Khanના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai police) છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પોલીસે આ કેસના પાંચમા આરોપી મોહમ્મદ ચૌધરીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે.
એપ્રિલમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ (bollywood)ના ચાહકોને ચોંકાવી દીધા હતા. 14મી એપ્રિલે બનેલી આ ઘટના બાદથી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની સતત તપાસ કરી રહી છે, હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પોલીસે આ કેસના પાંચમા આરોપી મોહમ્મદ ચૌધરીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.
સલમાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે છઠ્ઠા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે. હરપાલ પર મોહમ્મદ રફીક ચૌધરીને પૈસા આપવા અને રેકી કરવા માટે કહેવાનો આરોપ છે.
પોલીસે આ કેસમાં પહેલા પંજાબમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ ગુજરાતના ભુજમાં બે આરોપી ઝડપાયા હતા. હવે રાજસ્થાન અને હરિયાણામાંથી થયેલી ધરપકડ દર્શાવે છે કે સલમાનના ઘર પર હુમલાનો આ મામલો એક બહુ મોટું ઑપરેશન હતું.
14 એપ્રિલના રોજ સવારે બાઇક પર આવેલા બે શૂટરોએ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે બીજી ગોળી સલમાનના ઘરની જાળીને વીંધીને તેના ઘરની અંદરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર વાગી હતી. ફાયરિંગ કરનારા હુમલાખોરો તેમની બાઇક ઘટનાસ્થળે જ મૂકીને નાસી ગયા હતા.
પોલીસે આ બે શૂટર્સ વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ)ની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા આ કેસમાં મોટો વળાંક એ આવ્યો હતો કે પંજાબમાંથી ધરપકડ કરાયેલ અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ના ભાઈ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) એ હુમલાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, પૉસ્ટ સત્તાવાર છે કે નહીં તે અંગે માહિતી મળી નથી, પણ ત્યારબાદ પરંતુ એ વાત ચોક્કસ છે કે પોલીસે આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મુખ્ય આરોપી બનાવ્યા છે.