(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના બાળકુમમાં નિર્માણધીન બિલ્િંડગની લિફ્ટ તૂટી પડવાની મોટી દુર્ઘટના બની હતી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર છથી સાતનાં મોત થયા હતા.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે (પશ્ર્ચિમ)માં બાળકુમમાં નારાયણી સ્કૂલની બાજુમાં રુણવાલ ગાર્ડનમાં એક ૪૦ માળની અંડર ક્ધસ્ટ્રક્શન બિલ્િંડગમાં આ દુર્ઘટના બની હતી. જેમાં અંડરગ્રાઉન્ડ લિફ્ટ તૂટી પડતાં છથી સાત મજૂરોનાં મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ હાલમાં જ બિલ્િંડગનું બાંધકામ પૂરું થયું હતું. પરંતુ બિલ્િંડગની ટેરેસ પર વૉટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામ પૂરું કરીને કામગારો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
