આમચી મુંબઈ

મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને મળ્યું જીઆઈ ટેગ

પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નાના શહેર મિરજમાં બનેલા સિતાર અને તાનપુરાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ મળ્યો છે. આ પ્રદેશ સંગીતનાં સાધનો બનાવવાની કારીગરી માટે જાણીતો છે. ઉત્પાદકોએ દાવો કર્યો હતો કે આ સાધનો મિરજમાં બનાવવામાં આવે છે અને શાસ્ત્રીય સંગીતના કલાકારો તેમજ ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારોમાં તેની ભારે ડિમાન્ડ હોય છે.

ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે છે અને આ ઉત્પાદનના વ્યાવસાયિક મૂલ્યમાં વૃદ્ધિ કરે છે. સંગીતના આ સાધનોના નિર્માતાઓએ જણાવ્યું કે મિરજમાં સિતાર અને તાનપુરા બનાવવાની પરંપરા 300 વર્ષથી વધુ જૂની છે. સાત પેઢીઓથી વધુ સમયથી કારીગરો આ તંતુવાદ્યો
બનાવે છે.
30 માર્ચના રોજ ભારત સરકારની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસે સિતાર માટે મિરજ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને તાનપુરા માટે સોલ્યુટ્યુન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસર ફર્મને જીઆઈ ટેગ આપ્યો હતો. મિરજ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્લસ્ટરના પ્રમુખ મોહસિન મિરજકરે જણાવ્યું હતું કે તેઓ શહેરમાં સિતાર અને તાનપુરાના બંને ઉત્પાદકો માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની સંસ્થામાં 450 થી વધુ કારીગરો સિતાર અને તાનપુરા સહિતના સંગીતનાં સાધનો બનાવે છે. તેમણે કહ્યું કે મિરજમાં સિતાર અને તાનપુરાની ખૂબ માગ છે, પરંતુ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ મર્યાદિત સંસાધનોને કારણે માગ પૂરી કરી શકાતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મિરજ નિર્મિત હોવાનો દાવો કરતા સંગીતનાં સાધનો દેશના ઘણા ભાગોમાં વેચાય છે. જ્યારે અમને આ અંગે ફરિયાદો મળવા લાગી, ત્યારે અમે ઇન્સ્ટ્રુમેન્ટ માટે જીઆઈ ટેગ મેળવવાનું નક્કી કર્યું અને 2021માં તેના માટે અરજી કરી હતી. (પીટીઆઈ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button