આમચી મુંબઈ

સિમોન ટાટાના અંતિમ સંસ્કાર…

રતન ટાટાની સાવકી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારના સભ્યો અને મિત્રો કોલાબા ચર્ચમાં ભેગા થયા…

મુંબઈ: ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની માતા અને રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટાના અંતિમ સંસ્કાર માટે શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ કોલાબાના કેથેડ્રલ ઓફ ધ હોલી નેમ ચર્ચ ખાતે પરિવારના સભ્યો અને મિત્રો એકઠા થયા હતા.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મુંબઈના ચર્ચમાં અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેનારાઓમાં નોએલ ટાટા, માયા ટાટા, નેવિલ ટાટા, માનસી ટાટા, સૌરભ અગ્રવાલ (ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર), શાપૂરજી મિસ્ત્રી, પ્રવીર સિંહા (સીઈઓ ટાટા પાવર), નાદિર ગોદરેજ, હાફીઝ કોન્ટ્રાક્ટર, વગેરેનો સમાવેશ થતો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડિઓમાં પરિવાર અને મિત્રો એક અગ્રણી ઉદ્યોગપતિના નિધન પર પ્રાર્થના કરવા અને શોક વ્યક્ત કરવા માટે ભેગા થયા હોવાનું જોવા મળતું હતું. બ્યૂટી કેર પ્રોડક્ટ લેક્મેને ઘર-ઘરમાં પ્રખ્યાત બનાવનાર સિમોન ટાટાનું પાંચમી ડિસેમ્બરે 95 વર્ષની જૈફ વયે મુંબઈમાં નિધન થયું હતું. અહેવાલો અનુસાર, પાર્કિન્સન સાથે જોડાયેલી તબીબી ગૂંચવણો બાદ તેમનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું.

આ પણ વાંચો…અલવિદાઃ રતન ટાટાથી લઈ ડો. મનમોહન સિંહ… વીતેલા વર્ષમાં દેશે ગુમાવ્યા આટલા મહાનુભાવો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button