મતદાનના દિવસે ધુળેમાં ટ્રકમાંથી જપ્ત કરી 10,000 કિલો ચાંદી…
ધુળેઃ વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે મતદાનના દિવસે રાજ્યના ધુળે જિલ્લામાં એક ટ્રકમાંથી ૧૦,૦૦૦ કિલોથી વધુ ચાંદી જપ્ત કરવામાં આવી છે. રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકો માટે બુધવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું. નિયમિત ચેકિંગ દરમિયાન ધુળે જિલ્લામાં એક ટ્રકમાંથી ૧૦ હજાર ૮૦ કિલો ચાંદી મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : અમરાવતીમાં ભાજપના વિધાનસભ્યની બહેન પર ચાકુથી હુમલો
નાશિકના પોલીસે આ કેસ અંગે જણાવ્યું હતું કે રૂટિન ચેકિંગ દરમિયાન બુધવારે સવારે લગભગ ૬ વાગ્યે થાલનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગપુર તરફ જઈ રહેલી ટ્રકમાંથી આ ચાંદી જપ્ત કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ચૂંટણી અધિકારીઓ અને આવકવેરા વિભાગને જાણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીઃ વિનોદ તાવડેના બહાને રાહુલ ગાંધીએ PM મોદીને શું માર્યો ટોણો?
અધિકારીએ કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ ચાંદીની માલિકી બેંક પાસે છે. ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે ૧૫ ઓક્ટોબરથી રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓએ અમલીકરણ પ્રવૃત્તિઓના ભાગરૂપે રૂ. ૭૦૬.૯૮ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં ગેરકાયદે રોકડ, દારૂ, માદક દ્રવ્ય અને સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે.