ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસી માટેનો સિગ્નલ ફ્રી રોડ ખુલ્લો મુકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં રહેલી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સેબી બિલ્ડિંગથી એવેન્યુ-પાંચ સુધી, બીકેસી ક્નેક્ટર અને એવેન્યુ-ત્રણ (વીવર્ક) માર્ગે જોડનારો ૧૮૦ મીટર સિગ્નલ ફ્રી રોડને સોમવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વરા ફકત સાડા મહિનામાં આ રસ્તાનું બાંધકામ પૂરું કરીને આ રસ્તો બીકેસી વન જંકશન અને બીકેસી કનેકટર જંકશન પરના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં મહત્ત્વનો સાબિત થવાનો છે.
આ નવા રસ્તાને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ વેથી બીકેસીમાં આવતા પ્રવાસીઓને ત્રણ પર્યાયી માર્ગ ઉપલબ્ધ થયા છે. તેથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની છે. પૂર્વ ઉપનગરથી બીકેસી સુધી આવવામાં હવે ફક્ત ૧૫ મિનિટનો સમય લાગશે. છ લેનમાંથી ત્રણ લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને બાકીની ત્રણ લેનને બહુ જલદી ચાલુ કરવામાં આવવાની છે. સોમવારે આ રસ્તાનું ઉદ્ઘાટન કરીને તેને વાહનચાલકો માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
Also Read – મુંબઈના મેટ્રો સહિતના આ પ્રોજેક્ટને મળશે વેગઃ ટ્રાફિક પોલિસનું ક્લિયરન્સ
સિગ્નલ ફ્રી ક્નેક્ટિવિટી રહેવાની છે, ૧૮૦ મીટર લંબાઈનો છ લેનનો ( ૩+૩)નો આ રોડ સિગ્નલ ફ્રી હોવાથી ટ્રાફિકમાં રાહત થશે અને પ્રવાસીઓના સમયની બચત થશે. બીકેસી કનેકટર, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અંદરના એવેન્યુ રોડને કારણે બોટલનેકમાં ટ્રાફિકમાં રાહત થશે. આ નવો રસ્તો એનએસઈ તરફથી આવતા અને જતા વાહનો માટે તથા એમસીએ ક્લબ, કોન્સ્યુલેટ અને એમટીએનએલ જેવા બીકેસીના મહત્ત્વનાં ઠેકાણે સીધી ક્નેક્ટિવિટી આપશે.