મોંઘવારીની સાઈડ ઈફેક્ટઃ Non-veg thali veg thali કરતા સસ્તી છે

મુંબઈઃ મોટા ભાગના વેજીટેરિયન પરિવારોની થાળીમાં દાળ-ભાત શાક રોટલી હોય છે, પરંતુ અનાજ-શાકભાજી અને ચોખા-દાળ દરેકના ભાવ વધી જતા વેજીટેરિયન ખાવાનું મોંઘું થયું છે, તેની સરખામણી ચિકન જેવી વસ્તુઓના ભાવ એટલા ન વધતા નોન-વેજીટેરિયન ફૂડ સસ્તુ છે.
છેલ્લા બે ત્રણ મહિનામાં વેજ ફૂડના ભાવમાં વધારો નોંધાતા વેજ થાળીનો ભાવ સાત ટકા વધી ગયો છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી માહિનામાં ડુંગળી અને ટામેટાના ભાવમાં થયેલા ઉછાળાને કારણે નોનવેજ કરતા વેજ થાળીમાં 7% જેટલો ભાવ વધ્યો છે. એજન્સીએ માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે, મરઘીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે નોનવેજ થાળી 9% સસ્તી થઈ છે.
રોટલી શાક ( ડુંગળી, ટામેટાં, બટાકા) ચોખા,દાળ,દહી અને સલાડ સાથે પીરસવામા આવતી વેજ થાળી ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ 27.5 રૂપિયા સુધી પ્રતિ પ્લેટ થઈ ગઈ હતી. શહેરો પ્રમાણે અલગ અલગ ભાવ હોય. આ સરેરાશ ભાવ દર્શાવે છે. જે એક વર્ષ અગાવના ગાળામાં 25.6 રૂપિયા પ્રતિ પ્લેટ હતી. ડુંગળી અને ટામેટાંના ભાવમાં વાર્ષિક લગભગ 29% અને 38% ભાવ વધારાના કારણે વેજ થાળીની કિમત વધી છે, ઉપરાંત ચોખા અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. જાન્યુઆરી મહિનાના અગાવના માહિનામાં વેજ થાળી સસ્તી હતી જો વેજ થાળીને નોનવેજ થાળીની સરખામણીએ જોવા જઈએ તો તેમાં પણ વેજ થાળીની જેમ જ બધી વસ્તુઓ આપવામાં આવતી હોય છે માત્ર દાળની જગ્યા એ ચિકન પીરસાય છે. આથી થાળીની કિમત અગાવના વર્ષે 59.2 રૂપિયા હતી જે હાલ રૂપિયા 54 થઈ ચૂકી છે. જે જાન્યુઆરી મહિનાની સરખામણીએ વધુ છે.