આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’

મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ સંદર્ભે શિંદે જૂથની શિવસેનાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ ખુલાસો કર્યો છે. કલ્યાણના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનપદ વચ્ચે કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું છે. આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનવું હતું એવો ટોણો પણ તેમણે માર્યો હતો.

આ પણ વાંચો : ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી વિજય રૂપાણી અને સીતારમણને નેતાઓની પસંદગીની જવાબદારી

નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે ‘શ્રીકાંત શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એવી મિડિયામાં ચર્ચા છે. જોકે, એવી કોઈ ચર્ચા નથી થઈ. શ્રીકાંત શિંદે અને આદિત્ય ઠાકરે વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. આદિત્ય ઠાકરે પ્રથમ વખત અન્ય મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા અને કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમને મુખ્યપ્રધાન બનવું હતું. શ્રીકાંત શિંદે ત્રીજી ટર્મના સાંસદ છે. તેમની અને નાયબ મુખ્યપ્રધાન પદ વચ્ચે કોઈ સંબંધ નથી. અમે શ્રીકાંત શિંદે માટે નાયબ મુખ્ય પ્રધાન પદની માંગ નથી કરી. ગઈકાલે એકનાથ શિંદેએ પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button