આમચી મુંબઈ

Shri sidhhivinayak: સિદ્ધિ વિનાયક દર્શનાર્થે જવાના છો તો આ તારીખે દર્શન નહીં થાય બાપ્પાના, જાણો કારણ?

મુંબઇ: મુંબઇના પ્રભાદેવીમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં દેશ વિદેશથી લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ગણપતિ દાદાના દર્શને આવતાં હોય છે. ચતુર્થી અને રજાના દિવસોમાં તો અહીં લાંબી કતારો લાગે છે. ઘણાં લોકો પોતાની મનોકામના પૂરી થાય તે માટે પગપાળા દર્શન કરવા આવતા હોય છે. જો તમે પણ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં દર્શન કરાવનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો જરા વાંચી લેજો, કારણ કે આ તારીખો દરમિયાન ભગવાનના ફોટોના જ દર્શન થઇ શકશે.

હાલમાં જ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ન્યાસ દ્વારા એક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. જે સૂચના મુજબ તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 7 જાન્યુઆરી દરમિયાન ગણપતિજીની મૂર્તિના દર્શન નહીં થઇ શકે. આ સમય દરમિયાન ભક્તો માત્ર શ્રીજીના ફોટોના દર્શન કરી શકશે.

મંદિરની સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેર સૂચના મુજબ તારીખ 3 જાન્યુઆરી 2024થી 7 જાન્યુઆરી 2024 દરમીયાન ગણપતી મંદિરમાં આવેલ શ્રીજીની મૂર્તિ પર સિંદુર લેપન કરવામાં આવનાર છે, તેથી આ સમય દરમીયાન ભક્તોને શ્રીજીની મૂર્તિના પ્રત્યક્ષ દર્શનને સ્થાને શ્રીજીની પ્રતિમાના દર્શન થઇ શકશે.

સોમવાર તારીખ 8મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે એક વાગ્યે રાબેતા મુજબ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી શકશે. ભક્તોને આ દરમિયાન જે તકલીફ થશે તે માટે સિદ્ધિ વિનાયક ગણપતિ સમિતિના પદાધિકારીઓ દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button