આમચી મુંબઈ

દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં ૧૨,૦૦૦થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી પડ્યા છે તેમાં સૌથી વધુ સિપાઈ પદના સ્થાન રિક્ત હોવાનું જાણવા મળ્યું છે.

દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની સંખ્યા અંગેની મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે એડિશનલ કમિશનરથી લઈને કોન્સ્ટેબલ સુધીના પદ સુધી બધું મળીને કુલ ૧૨,૮૯૯ પદ ખાલી પડ્યા છે. આને કારણે બાકીના પોલીસ જવાનો પર વધારાનો બોજ પડી રહ્યો છે.

આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા મેળવવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના પોલીસ દળમાં ખાલી પદો અંગે ૩૦ નવેમ્બર, ૨૦૨૩ સુધીની માહિતી આપવામાં આવી છે. મુંબઈ પોલીસમાં મંજૂર પદની સંખ્યા ૫૧,૩૦૮ છે. આમાંથી ૩૮,૪૦૯ પદ પર અત્યારે જવાનોની નિયુક્તિ કરવામાં આવી છે. બાકીના ૧૨,૪૦૯ પદ ખાલી પડ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલના કુલ ૨૮,૯૩૮ પદ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી ૧૭,૮૨૩ પદ પર ભરતી કરવામાં આવી છે, જ્યારે બાકીના ૧૧,૧૧૫ કોન્સ્ટેબલના પદ ખાલી પડ્યા છે. પોલીસ સબ-ઈન્સ્પેક્ટરના ૩,૫૪૩ પદ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી ૨,૩૧૮ પદ પર જવાનો કાર્યરત છે અને ૧૨૨૫ પદો ખાલી પડ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટરના ૧૦૯૦ મંજૂર પદ છે, જેમાંથી ૯૭૭ પદ પર નિયુક્તિ કરવામાં આવી છે અને બાકીના ૩૧૩ પદ હજી ખાલી પડ્યા છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનરના ૧૪૧ મંજૂર પદમાંથી ૨૯ ખાલી પડ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનરના ૪૩ મંજૂર પદમાંથી ૩૯ પદે નિયુક્તિ આપવામાં આવી છે અને ચાર પદ ખાલી પડ્યા છે. અપર પોલીસ કમિશનરનાં ૧૨ મંજૂર પદમાંથી પણ એક પદ ખાલી છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પદ ખાલી પડ્યા છે ત્યારે મુંબઈની સુરક્ષાની ચિંતા અંત્યત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…