શિવતારે ઠંડા પડ્યા, જે નેતાની ટીકા કરી હવે તેમનો જ ચૂંટણી પ્રચાર કરશે
બારામતી: અજિત પવાર જૂથથી બળવો કરીને લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકેની જાહેરાત કરનાર પૂર્વ પ્રધાન વિજય શિવતારેનો બળવાનો મિજાજ હવે ઠંડો પડી ગયો છે. જે અજિત પવાર પર શિવતારેએ ટીકા કરી હતી હવે તેઓ અજિત પવારની પત્ની સુનેત્રા પવારના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. વિજય શિવતારેએ સુનેત્રા પવારના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે પુરંદરની બેઠક પરની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવાર સુનેત્રા પવારને દોઢ લાખ મતથી વિજય આપવીશું. પુરંદર માટે જે માગણીઓ કરવાં આવી હતી તે બધી પૂર્ણ થઈ છે એવું તેમણે કહ્યું હતું.
અજિત પવાર જૂથમાંથી બળવો પોકારીને બહાર પડેલા વિજય શિવતારે મહાયુતિ માટે સમસ્યા બની હતી. વિજય શિવતારે ગમે તેટલી સમસ્યાઓ તેઓ ચૂંટણી લડશે એવો વિશ્વાસ લોકોને હતો. વિજય શિવતારેએ પુરંદર, ભોર, બારામતી, ઈન્દાપુર, દૌન્ડમાં સભાનું આયોજન કરીને અજિત પવાર પર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોને ચૂંટણીમાં કોઈપણ પવાર નથી જોઈતા તે માટે હું ચૂંટણીમાં ઉતાર્યો છું.
આ પણ વાંચો : શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
મતદારોને વિકલ્પ જોઈતો નથી અને પવાર પણ નથી. ભલે તે ગમે તેટલી આકરી ટીકા કરે અને મતોની ગણતરી કરે, તે ખરેખર ઊભા રહેશે કે કેમ તેની શંકા છે. એ પ્રમાણે બધું થયું. આ બધામાં તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સાથે ચર્ચા કરી. તેઓ ભલે તેટલી મારા પર ટીકા કરે અને મતોની ગણતરી કરે, તે ખરેખર ઊભા રહેશે કે કેમ તેની મને શંકા છે, અજિત પવારના પ્રમાણે બધું થઈ રહ્યું છેમ એવું શિવતારેએ કહ્યું હતું.
જોકે હવે વિજય શિવતારેના સૂર બદલાઈ ગયા છે, તેમણે કહ્યું હતું કે આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મેં ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબૂત કરવા માટે મુખ્ય પ્રધાનના કહેવા પર મેં ચૂંટણીમાંથી પીછે હઠ કરી. જોકે તેમને કાઇપણ લાભ ન મળતા અજિત પવારની ટીકા કરનાર શિવતારેને જ તેમની માટે ચૂંટણી પ્રચાર કરવો પડશે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: એનસીપીની પાંચ ઉમેદવારની પહેલી યાદીમાં સુપ્રિયા સુળે અને નિલેશ લંકે
આ સાથે ઈન્દાપુરમાં પણ હર્ષવર્ધન પાટીલની વિજય શિવતારે જેવી સ્થિતિ થઈ ગઈ છે. હર્ષવર્ધન પાટીલને પણ ફડણવીસે અજિત પવારની પત્નીના પ્રચાર માટેના કામોમાં લાગવાની કડક ચેતવણી આપી છે. બારામતી લોકસભા ક્ષેત્રમાં આ બંને નેતાઓ વચ્ચેનો બળવાનો તોફાન હવે ધીમો થઈ ગયો છે. જે સુનેત્રા પવારના પ્રચાર માટે લાભદાયી સાબિત થવાનો છે. હર્ષવર્ધન પાટીલ અને વિજય શિવતારેએ મહાયુતિના કાર્યકરો માટે પણ મોટી મૂંઝવણ ઊભી કરી છે, પણ ચૂંટણીમાં તેમના બળવાના લીધે મહાયુતિ પર શું અસર થઈ છે તે તો પરિણામ બાદ જ સમજાશે.