કરુન દાખવલે:કોરોનાની મહામારી છતાં ઠાકરે સરકારે કરી બતાવ્યું હતું આ મોટું કામ
વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો હતો ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ મહાવિકાસ અઘાડીની સરકાર હતી આવા કપરા સંજોગોમાં પણ ઠાકરે સરકાર મહારાષ્ટ્રમાં નવા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને રોજગારની તકો ઊભી કરવામાં સફળ રહી હતી તેમ એક આરટીઆઇના જવાબ પરથી જાણવા મળ્યું છે. પુણેના ઉદ્યોગપતિ પ્રફુલ સારડાએ આરટીઆઇ કરી હતી જેનો અહેવાલ જાણીતી વેબ પોર્ટલ એ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ ફડણવીસ સરકારના અનુસાર પાંચ વર્ષના અગાઉના કાર્યકાળ દરમિયાન જેટલા ઉદ્યોગો અને રોજગારી મહારાષ્ટ્રમાં આવી હતી તેના કરતાં વધારે ઉદ્યોગો અને રોજગારી કોરોનાની મહામારી હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં લાવી હતી તેમ જણાવાયું છે.
પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની મહા વિકાસ અઘાડીની સરકાર દરમિયાન રાજ્યમાં 18,68,055 નવા એમએસએમઈ નોંધાયા હતા.
જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભાજપની આગેવાની હેઠળની સરકારના પાંચ વર્ષના શાસનથી કરતાં વધારે હતું. (ઓક્ટોબર 2019 સુધી) રાજ્યને 14,16,224 MSME મળ્યા હતા.
એ જ રીતે રોજગાર મામલે, ઠાકરેના 30 મહિનાના શાસન દરમિયાન, ફડણવીસના પાંચ વર્ષના શાસનમાં 62,36,878 નોકરીઓની સરખામણીમાં 88,47,905 નોકરીઓ ઊભી થઈ હતી
આ 451,831 MSMEs અથવા 35 ટકા વધુનો મોટો તફાવત છે, અને ઠાકરેની સરકાર દરમિયાન 26,11,027 નવી નોકરીઓ અથવા ફડણવીસના સંપૂર્ણ કાર્યકાળની સરખામણીમાં 42 ટકા વધુનો તફાવત છે, તેમ સારડાએ જણાવ્યું હતું.
RTI ડેટા મુજબ, જ્યારે ઠાકરે શાસન હતું ત્યારે કોરોનાની મહામારી હોવા છતાં રાજ્યમાં 621,296 નવા સાહસો નોંધાયા હતા જેમાં કુલ 44,60,149 (2020-2021) રોજગારી હતી.
તે પછીના વર્ષે, નવા વ્યવસાયોની સંખ્યા 621,296 થી વધીને 894,674 થઈ હતી, જોકે નવી નોકરીઓ ઘટીને 44,60,149 થી 42,36,436 (2021-2022) થઈ હતી.
ઠાકરે સરકારના પતન પછી, નવા ઉદ્યોગોની સંખ્યા 734,956 પર આવી ગઈ, અને નવી રોજગારની તકો પણ 24,94,691 (2022-2023) ઊભી થઈ, તેમ આરટીઆઈમાં જણાવવામાં આવ્યું છે.
આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે જુલાઈ 2020-માર્ચ 2023 ની વચ્ચે, મહારાષ્ટ્રમાં 22.50 લાખ નવા MSME નોંધાયા હતા, અને લગભગ 1.12 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું હતું.
ફડણવીસના અગાઉના કાર્યકાળ દરમિયાન રાજ્યએ રૂ. 16,74,238-લાખના રોકાણ સાથે 54,045 સાહસોને આકર્ષ્યા જેણે 525,735 નોકરીઓ (2015-2016) ઊભી કરવામાં મદદ કરી. આ વર્ષોમાં કૂદકે ને ભૂસકે વધીને રૂ. 70,15,525 લાખના રોકાણ સાથે 611,561 વ્યવસાયો ને 28,73,764 નવી નોકરીઓ (2018-2019) પેદા કરી છે.
ઠાકરે સરકાર સત્તામાં આવ્યા પછી, આર્થિક એન્જિન આગળ વધવાનું ચાલુ રાખ્યું અને રૂ. 71,01,067 લાખના રોકાણ સાથેના 704,171 વ્યવસાયોએ 30,26,406 નવી નોકરીઓ (2019-2020) સર્જીને રોજગાર બજારને વધારવામાં મદદ કરી.
સારડાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફોક્સકૉન કંપની મહારાષ્ટ્રમાં રોકાણ નહીં કરે તે વિવાદ જ્યારે ઊભો થયો હતો ત્યારે મેં દસેક મહિના પહેલા આ આરટીઆઈ કરી હતી. જોકે મને આરટીઆઈનો જવાબ મેળવવા નવેક મહિના ધક્કા ખાવા પડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો રોગાચાળો મહારાષ્ટ્ર અને આર્થિક રાજધાની મુંબઈમાં ભારે ફેલાયો હતો. તે સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર અને રાજ્યમાં એનસીપી-કૉંગ્રેસ અને શિવસેનાની સરકાર હતી. આ સમીકરણ પહેલીવાર રચાયું હતું. આ અહેવાલ પ્રકાશિત થતા ઉદ્ધવ ઠાકરેએ તેમના ટ્વીટર હેન્ડલમાં પણ ટ્વીટ કરી છે. જોકે આ અંગે શિંદે સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.