શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન, 2008 મુંબઈ હુમલા વખતે હતા ગૃહ પ્રધાન

મુંબઈઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટિલનું નિધન થયું છે. 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી મુજબ,સવારે 6.30 કલાકે તેમણે લાતુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જેના કારણે ઘરે જ સારવાર ચાલતી હતી. તેમનું પૂરું નામ શિવરાજ પાટિલ ચાકુરકર હતું.
મહારાષ્ટ્રના વતની, શિવરાજ પાટીલ મરાઠવાડાના લાતુરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 1973 થી 1980 સુધી લાતુર ગ્રામીણ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. 1980 પછી, તેઓ લાતુર સંસદીય મતવિસ્તારમાંથી ઘણી વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા હતા.
2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે શિવરાજ પાટીલ ગૃહ પ્રધાન હતા
2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે શિવરાજ પાટીલ ગૃહ પ્રધાન હતા. મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન સુરક્ષામાં ખામીઓ માટે વ્યાપક ટીકાનો સામનો કર્યા બાદ પાટીલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે મુંબઈ હુમલાને રોકવામાં પોતાની નિષ્ફળતા સ્વીકારી અને ઘટનાની નૈતિક જવાબદારી લીધી હતી. મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન સુરક્ષામાં ખામીઓમાં ભૂમિકા બદલ નોંધપાત્ર ટીકાનો સામનો કર્યા બાદ પાટીલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે મુંબઈ હુમલાઓને રોકવામાં પોતાની નિષ્ફળતા સ્વીકારી અને નૈતિક જવાબદારી લીધી હતી.
શિવરાજ પાટીલનું જીવન
મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં જન્મ
1973 થી 1980 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા
1980 થી 1999ની વચ્ચે સતત સાત વખત ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા
પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રક્ષા પ્રધાન રહ્યા
રાજીવ ગાંધીની સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સંભાળ્યું
લોકસભા સ્પીકર બન્યા પછી સંસદમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની શરૂઆત કરવાનો શ્રેય તેમને જાય છે
2008માં મુંબઈ આતંકી હુમલા બાદ 2010 થી 2015 સુધી પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક રહ્યા



