આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિવાજી મહારાજ પ્રતિમા દુર્ઘટના: કટાયેલી સામગ્રીનો પ્રતિમામાં ઉપયોગ કરાયો: કોર્ટને કહેવાયું

જયદીપ આપ્ટે આત્મસમર્પણ કરવાના ઇરાદા સાથે આવ્યો હતો: વકીલનો દાવો

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પ્રકરણે પોલીસે શિલ્પકાર જયદીપ આપ્ટેની કલ્યાણથી બુધવારે રાતના ધરપકડ કરી હતી. આપ્ટે પોતાના પરિવારને મળવા કલ્યાણ આવ્યો હતો, કારણ કે તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માગતો હતો, એવો દાવો તેમના વકીલે કર્યો હતો. આપ્ટે તથા આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 10 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

આ પણ વાંચો: શિવાજી પ્રતિમા ધરાશાયી થવાના કેસમાં શિલ્પકાર-કોન્ટ્રાક્ટરની ધરપકડ

પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પ્રતિમા બનાવવા માટે વપરાયેલી સામગ્રી આરોપીએ ક્યાંથી ખરીદી હતી અને તે હલકી ગુણવત્તાની હતી કે કેમ તે જાણવા માટે આરોપીની પૂછપરછ કરવાની જરૂર છે. નટબોલ્ટ્સ, લોખંડના સળિયા અને પ્રતિમાની અન્ય સામગ્રી કટાયેલી હતી. આરોપીએ પ્રતિમા માટે કઇ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો અને શું તે કંગાળ ગુણવત્તાની હતી, તે પણ જાણવું જરૂરી છે. આરોપીઓએ પ્રતિમાની સ્ટ્રક્ચરલ ડિઝાઇન બનાવતા પહેલા વિસ્તારમાં પવન, ભૂકંપ, પાણી અને ભૌગોલિક પરિમાણોને ધ્યાનમાં લીધાં હતાં કે કેમ તેની પણ તપાસ કરવાની જરૂર છે. એ પણ જાણવાની જરૂર છે કે પ્રતિમાની ડિઝાઇન કરતી વખતે તેના દીઘાર્યુથી આરોપી શું વાકેફ હતા, એવું પોલીસે તેમના અહેવાલમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: સ્ટેનલેસ સ્ટીલ વાપર્યુ હોત તો શિવાજીની પ્રતિમા બચી હોત;નીતિન ગડકરી

થાણેના શિલ્પકાર આપ્ટેએ પ્રતિમા બનાવવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યાના નવ મહિના કરતાં ઓછા સમયમાં જ તે તૂટી પડી હતી. 26 ઑગસ્ટે પ્રતિમા તૂટી પડ્યા બાદ માલવણ પોલીસે આપ્ટે અને ચેતન પાટીલ સામે બેદરકારી તથા અન્ય આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાટીલની 30 ઑગસ્ટે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આપ્ટે વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરાયો હતો. આપ્ટેની શોધ માટે પોલીસની સાત ટીમ તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રહ્યો છે વિપક્ષ: બાવનકુળે

આપ્ટેના વકીલ ગણેશ સોવાનીએ જણાવ્યું હતું કે તેમના અસીલે આગોતરા જામીન અરજી કરવાને બદલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો. બુધવારે નિર્ણય લેવામાં આવ્યો હતો અને યોજના મુજબ આપ્ટે આત્મસમર્પણ કરવા કલ્યાણ આવ્યો હતો. અમે આપ્ટેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી અને નક્કી કર્યું હતું કે આપ્ટે માટે આત્મસમર્પણ કરવું અને તપાસ એજન્સીને મદદ કરવી યોગ્ય રહેશે, એમ પણ સોવાનીએ જણાવ્યું હતું. આપ્ટે છુપાતો ફરતો હતો, એવા પોલીસને દાવાને સોવાનીએ ફગાવી દીધો હતો. બીજી તરફ પોલીસે કહ્યું હતું કે આપ્ટે તેના પરિવારને મળવા માટે કલ્યાણ આવવાનો હોવાની માહિતી મળતાં છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી