હેં, મ્હાડાની લોટરીમાં ઠાકરે પરિવારના સભ્યને પવઈમાં મળ્યું ઘર?!
હેડિંગ વાંચીને જ તમને એવું થયું હશે ને કે ભાઈ ઠાકરે પરિવારને એવી તે શું જરૂર પડી કે તેમણે મ્હાડાની લોટરીમાં ઘર માટે અરજી કરવી પડે? તો તમારી જાણ માટે કે અહીં અમે રાજકારણમાં સક્રિય એવા ઠાકરે પરિવાર વિશે વાત નથી કરી રહ્યા પણ અહીં વાત થઈ રહી છે મરાઠી બિગ બોસના વિનર અને ઝલક દિખ લા જા જેવા રિયાલિટી ટીવી શોમાં ભાગ લઈ રહેલાં શિવ ઠાકરેની વાત થઈ રહી છે.
આ પણ વાંચો : દશેરા પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નેતાઓના રાજકારણ પર નિશાન સાધ્યું
શિવ ઠાકરે હાલમાં ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જામાં ભાગ લઈ રહ્યો છે અને આ જ શોમાં શિવ ઠાકરેએ જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે હું મારાં માતાપિતા અને બહેન સાથે રૂપિયા ૩૦ લાખનું ઘર લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને આ માટે મારે બૅન્ક-લોન લેવી પડી હતી. મ્હાડાની લોટરીમાં ઘર માટે અરજી કરી પડી હતી અને સદ્નભાગ્યે મને ઘર પણ મળી ગયું. આ ખુશી હું મારા ‘ઝલક દિખલા જા’ના સાથી કલાકારો અને ટીમ સાથે મનાવી રહ્યો છું, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે મારી પાસે ૩૦ લાખની રૂપિયાની કાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવ ઠાકરે મૂળ મહારાષ્ટ્રના અમરાવતીનો છે અને તેણે રોડીઝમાં ભાગ લીધો એ પહેલાં તે અમરાવતીમાં વર્તમાનપત્ર અને દૂધની ડિલિવરી કરતો હતો. જોકે, તેને લોકપ્રિયતા તો બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ‘બિગ બૉસ’માં ભાગ લીધા બાદ જ મળી હતી.
મરાઠી સિરિયલમાં કામ કરતી ગૌતમી દેશપાંડે અને કૉમેડી સિરિયલ ‘મહારાષ્ટ્રા ચી હાસ્ય જત્રા’ના લોકપ્રિય કલાકારો ગૌરવ મોરે અને નિખિલ બનેને પણ મ્હાડાની લૉટરીમાં ઘર લાગ્યાં છે. ગૌતમી દેશપાંડેએ ગોરેગામના ઘર માટે એપ્લાય કર્યું હતું. ગોરેગામમાં ફક્ત બે જ ઘર કલાકારો માટે હતાં અને આ માટે ૨૭ કલાકારોએ અરજી કરી હતી. આ બેમાંથી એક ઘર ગૌતમીને મળ્યું છે. નિખિલ બનેને વિક્રોલીના કન્નમવરનગરમાં ઘર મળ્યું છે, જ્યારે ગૌરવ મોરેને પવઈમાં ઘર લોટરીમાં લાગ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.