શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર

પ્રધાને એમ પણ કહ્યું કે મુંબઈવાસીઓના આશીર્વાદથી ભાજપ આગામી પાલિકા ચૂંટણીઓમાં એકમાત્ર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે રવિવારે વિપક્ષ શિવસેના (યુબીટી)ની સરખામણી મુંબઈની ‘જોખમી’ અને ‘જર્જરિત’ ઇમારતો સાથે કરીને સનસનાટી ફેલાવી દીધી હતી.

શિવસેના (યુબીટી)ના બે ભૂતપૂર્વ કોર્પોરેટરોને ભાજપમાં સામેલ કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ શેલારે જણાવ્યું હતું કે શિવસેના (યુબીટી)ના પચાસ ભૂતપૂર્વ કોર્પોરેટરો પહેલાથી જ હરીફ જૂથોમાં જોડાઈ ગયા છે.
તેમણે કહ્યું હતું કે, ‘2017ની મુંબઈ પાલિકાની ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ 84 બેઠકો જીતી હતી અને ભાજપે 82 બેઠકો જીતી હતી. હવે 100થી વધુ ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે અમે શિવસેનાના મૂળ આંકડાને વટાવી ગયા છીએ. શિવસેના (યુબીટી) ઉપરાંત અન્ય પક્ષોના ભૂતપૂર્વ કોર્પોરેટરો પણ અમારી સાથે જોડાયા છે.’

રાજ્યના પ્રધાને એમ પણ કહ્યું હતું કે, મુંબઈવાસીઓના આશીર્વાદથી આગામી પાલિકા ચૂંટણીઓમાં ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. શેલારે વધુમાં કહ્યું કે શિવસેના (યુબીટી)ની હાલત મુંબઈની જોખમી અને જર્જરિત ઇમારતો જેવી છે.

‘પાર્ટીની હાલત જોખમી છે કારણ કે તે હિન્દુત્વ વિરોધી, મુંબઈ વિરોધી અને બાળાસાહેબ ઠાકરેની વિચારધારા વિરોધી બની ગઈ છે. તે જર્જરિત થઈ ગઈ છે કારણ કે કોઈ પણ આ જહાજ પર રહેવા માગતું નથી,’ એમ ભાજપના નેતાએ કહ્યું હતું.
ભાજપ માટે મુંબઈનો વિકાસ તેના લોકો અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ સરકારના નેતૃત્વમાં શહેરમાં સાત લાખ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…મુંબઈ-પુણે એક્સપ્રેસવે: ભારે વાહનો માટે ઘાટમાં સ્પીડ લિમિટ વધશે?

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button