એમવીએમાં ખેંચતાણઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ વિપક્ષના નેતા તરીકેનો દાવો કર્યો, રોટેશન થશે નહીં…

મુંબઈઃ શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાપદ માટે દાવો રજૂ કર્યો છે. આ સ્તરના પદ માટે સિનિયર વિધાનસભ્ય ભાસ્કર જાધવને નોમિનેટ કરવામાં આવ્યો છે, એવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ અંગેનો પત્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપરત કરવામાં આવ્યો છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)માં પણ વિપક્ષના નેતાઓમાં પોતાની પાર્ટીના નેતા માટે ખેંચતાણ છે.
Also read : ટી પાર્ટીમાં અજિત પવારે ધનંજય મુંડેથી રાખ્યું અંતર, પણ રાજીનામા અંગે કરી ‘આ’ વાત…
અમે વિરોધ પક્ષના નેતા તરીકને દાવો રજૂ કર્યો છે અને આ માટેનો એક લેટર અધ્યક્ષને સુપરત કરવામાં આવ્યો છે. અમને વિશ્વાસ છે કે લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે, એવું જાધવે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેનો નિર્ણય બજેટ સત્ર પહેલાં લેવો જોઇએ.
જાધવ સિનિયર વિધાનસભ્ય છે. તેમણે ૧૯૯૦ના દાયકામાં શિવસેનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ત્યાર બાદ ૨૦૧૯માં શિવસેનામાં ફરી જોડાતા પહેલાં એનસીપીમાં ગયા હતા.
ઠાકરેએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે વિપક્ષ નેતા પદનું કોઈ રોટેશન થશે નહીં. સોમવારે એનસીપી (શરદ પવાર)એ માગ કરી હતી કે વિરોધ પક્ષનું પદ વારાફરતી હોવું જોઈએ. શિવસેના (યુબીટી)ના નીચલા ગૃહમાં 20 ધારાસભ્યો છે, ત્યાર બાદ કોંગ્રેસ (16) અને એનસીપી (શરદ પવાર) (10) છે.
Also read : ટી પાર્ટીઃ સીએમની ખુરશી બચાવી શક્યા નહીં તો હું શું કરું? અજિત પવારે તાક્યું નિશાન કે…
અત્યાર સુધી તેમાંથી કોઈએ પણ ઔપચારિક રીતે આ પદ પર દાવો કર્યો નથી. પૂર્વધારણા મુજબ વિરોધી પક્ષને આ પદ પર દાવો કરવા માટે કુલ બેઠકોના 10 ટકા (જે 28 થાય છે)ની જરૂર હોય છે. પણ બંધારણમાં આવો કોઈ કાયદો (કુલ બેઠકોના 10 ટકા) કે જોગવાઈ નથી, એવો દાવો ભાસ્કર જાધવે સોમવારે કર્યો હતો.