આમચી મુંબઈ

એક સાથે ચૂંટણીઓ ‘અન્ય’ ધર્મોના લોકોને મતદાનના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ: શિવસેના (યુબીટી)…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: શિવસેના (યુબીટી)એ શનિવારે એક સાથે ચૂંટણીઓ માટે કેન્દ્ર સરકારના દબાણ પર નિશાન સાધ્યું, દાવો કર્યો કે ચૂંટણી સુધારાના આડમાં ‘અન્ય’ ધર્મોના લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખીને મતદાન હાથ ધરવામાં આવશે. શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનાના એક તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ દેશમાં ફક્ત એક જ પક્ષ ટકી રહે તેવું ઇચ્છે છે અને ‘એક પક્ષ એક ચૂંટણી’ તેનું અંતિમ લક્ષ્ય છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતાં તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ પ્રમુખ લેટિનો, કાળા અમેરિકનો અને ઇમિગ્રન્ટ્સને મતદાન કરતા રોકવા માગે છે, તેવી જ રીતે ભારતમાં મતદાન ‘અન્ય’ ધર્મોના લોકોને મતદારોની યાદીમાંથી બાકાત રાખીને કરવામાં આવશે અને આને ચૂંટણી સુધારણા તરીકે લેબલ કરવામાં આવશે.

આ આદેશ ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટેની નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવાને જરૂરી બનાવે છે અને માગણી કરે છે કે ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થઈ જાય. ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, અને યુએસ સૌથી મજબૂત લોકશાહી છે. જોકે, એ સ્પષ્ટ છે કે લોકશાહીના મૂળ ખૂબ નબળા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કોઈ વિશ્ર્વાસ નથી,’ એમ શિવસેના (યુબીટી) એ જણાવ્યું હતું.

આ પણ વાંચો : દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી…

ટ્રમ્પને ‘શ્વેત મોદી’ ગણાવતા તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ડેમોક્રેટ્સની વોટબેંક માટે ફટકો છે કારણ કે આનાથી લેટિનો, કાળા અમેરિકનો અને ઇમિગ્રન્ટ્સ આપમેળે મતદાન કરવાથી દૂર થઈ જશે. મોદી અને ભાજપ દેશમાં ફક્ત એક જ પક્ષ ટકી રહે તેવું ઇચ્છે છે. ‘એક પક્ષ એક ચૂંટણી’ એ અંતિમ લક્ષ્ય છે,’ એમ તંત્રીલેખમાં મોદી સરકારના એક સાથે ચૂંટણી માટેના દબાણ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button