ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી

મુંબઈઃ મહાવિકાસ આઘાડીના પક્ષ શિવસેના (યુબીટી)ની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. એમવીએ દ્વારા હાલમાં ત્રણેય પક્ષ 85 બેઠક પર ચૂંટણી લડશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. બીજી યાદી બાદ શિવસેનાના 80 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે.
| Also Read: Assembly Election: ‘મહાયુતિ’માં ૧૦-૧૧ બેઠકનું કોકડું ગૂંચવાયેલું…
ઉદ્ધવ ઠાકરેના જૂથ શિવસેનાએ આજે 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ધુળે શહેરમાંથી અનિલ ગોટેને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત જલગાંવ શહેરમાંથી જયશ્રી સુનીલ મહાજન, બુલઢાણાથી જયશ્રી શેલ્કે, દિગ્રાસથી પવન શ્યામલાલ જયસ્વાલ, હિંગોલીથી રૂપાલી રાજેશ પાટીલ અને પરતુરથી આસારામ બોરાડેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મુંબઈની બેઠકોની વાત કરીએ તો વડાલાથી શ્રદ્ધા શ્રીધર જાધવ, શિવડીથી અજય ચૌધરી, ભાયખલાથી મનોજ જામસુતકર, કલ્યાણ પશ્ચિમથી સચિન બસરે, કલ્યાણ પૂર્વથી ધનંજય બોડારે, , શ્રીગોંડાથી અનુરાધા રાજેન્દ્ર નાગવડે અને કંકાવલીથી સંદેશ ભાસ્કર પારકરને ટિકિટ મળી છે.
| Also Read: ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ફડણવીસે વિપક્ષો પર સાધ્યું નિશાન, કહ્યું મહાયુતિ સરકારનું બોલે છે કાર્ય…
શિવસેના યુબીટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદીમાં 65 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે 15 વધુ ઉમેદવારો ઉભા કરીને, પાર્ટીએ કુલ 80 બેઠકો માટે નામો ફાઇનલ કર્યા છે. બીજી બાજુ મહાવિકાસ અઘાડીની 85+85+85ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. બાકીની બેઠકોમાંથી અમુક સહયાગી દળોને આપવામા આવશે ત્યારે અમુક બેઠકો મામલે હજુ ત્રણેય પક્ષ એકમત ન થયા હોવાના અહેવાલો છે.