છત્રપતિ સંભાજીનગરમાં એસટી ભાડા વધારા સામે શિવસેના (યુબીટી)નું વિરોધ પ્રદર્શન

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન મંડળ (એમએસઆરટીસી) દ્વારા બસના ભાડમાં જાહેર કરાયેલા વધારા સામે શિવસેના (યુબીટી)ના નેતાઓ અને કાર્યકરોએ સોમવારે છત્રપતિ સંભાજીનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું.
પોલીસે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન બાદ સેના (યુબીટી)ના ઓછામાં ઓછા 40 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ગયા અઠવાડિયે, એસટી દ્વારા 25 જાન્યુઆરીથી અમલમાં આવેલા એસટી બસ ભાડામાં 14.95 ટકાનો વધારો મંજૂર કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેની આગેવાની હેઠળ પક્ષના કાર્યકરો બસ સ્ટેન્ડના એક્ઝિટ પોઈન્ટ પર 30 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન માટે ધરણાં પર બેઠા હતા, ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી અને તેમની અટકાયત કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આંદોલનકારીઓને બાદમાં ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
Also read: મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના
પત્રકારો સાથે વાત કરતા દાનવેએ કહ્યું હતું કે, ‘બસ ભાડામાં વધારો એ લોકો સાથે અન્યાય છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું કે તેમને આ વધારા વિશે ખબર નથી, જેનો અર્થ એ છે કે સરકારમાં સંકલનનો અભાવ છે. જ્યાં સુધી તેઓ આ વધારાને પાછો ખેંચી નહીં લે ત્યાં સુધી અમે આંદોલન બંધ કરીશું નહીં.