આમચી મુંબઈમહારાષ્ટ્ર

અપાત્રતા અરજી: શિવસેના (યુબીટી)ના સુનીલ પ્રભુની ઊલટતપાસ

મુંબઈ: અભંગ શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા સંબંધિત કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા અને પક્ષના મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુની મંગળવારે ઉલટ તપાસ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ પ્રભુની ઉલટ તપાસ હાથ ધરી હતી. વિધાન ભવનમાં સુનાવણી બાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબે જણાવ્યું હતું કે ’ઉલટ તપાસ બુધવારે આગળ ચાલશે. આજે સુનીલ પ્રભુની ઉલટ તપાસ કરવામાં આવી હતી. બધા સવાલના તેમણે યોગ્ય જવાબ આપ્યા હતા.’

પોતાના નિવેદનનું રેકોર્ડિંગ મરાઠીમાં કરવામાં આવે એવી માંગણી પ્રભુએ કરી હતી. તેમના નિવેદનનું ભાષાંતર સાચું નહીં થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી શ્રી પ્રભુએ તેમના નિવેદનનું યથાર્થ ભાષાંતર કરી શકે એવા સત્તાવાર અનુવાદકની માંગણી કરી હોવાની માહિતી શ્રી પરબે આપી હતી.

પરબે વધુમાં જણાવ્યું હતું કે ’ઘણા પ્રશ્નોની જરૂર જ નહોતી એવું અમને લાગ્યું અને કામમાં વિલંબ થાય એવી કોશિશ નજરે પડી હતી. ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમણે ચુકાદો આપવાનો છે. તેઓ વધુ મુદત માગે એવી સંભાવના છે જે અમે નથી આપવા માગતા.’ બળવો કરનારા શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને નિર્દેશ આપ્યો છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button