આમચી મુંબઈ

શિવ રેલવે ફ્લાયઓવર તોડી પાડવામાં આવશે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મુંબઈ: બ્રિટિશ સમયનો અને સદી જૂનો શિવ (સાયન) રેલવે ફ્લાયઓવર આગામી થોડા દિવસોમાં બંધ થઈ જશે. ટ્રાફિક પોલીસે આ જોખમી પુલ પર વાહનવ્યવહાર બંધ કરવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. જેના કારણે સેન્ટ્રલ રેલવે અને મુંબઈ મહાનગરપાલિકા વચ્ચે બ્રિજ બંધ કરવાની તારીખ માટે ચર્ચા અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે. આ બ્રિજ તોડી પાડવામાં આવશે અને તેને સ્થઆને વવો બ્રિજ બનાવવામાં આવશે. નવો બ્રિજ બનાવવામાં આશરે 30 મહિનાનો સમય લાગી શકે છે. નવા બ્રિજ બનાવવા માટેનો અંદાજિત ખર્ચ 50થી 60 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે બ્રિજનું નિર્માણ કરશે, એમ એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કુર્લાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાંચમો-છઠ્ઠો રૂટ પ્રોજેક્ટ MUTP-2 હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુર્લાથી પરેલ અને પરેલથી CSMT એમ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. કામના પ્રથમ તબક્કા માટે, શિવ ફ્લાયઓવરને ફરીથી બનાવવાનું આયોજન છે.

ટ્રાફિક પોલીસે ઑક્ટોબરમાં શિવ રેલવે ફ્લાયઓવર પર ટ્રાફિકને રોકવા અને બ્રિજને બંધ કરવા માટે નો હરકત પ્રમાણપત્ર આપ્યું હતું. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ કુમાર ગોયલે જણાવ્યું હતું કે, “બ્રિજને બંધ કરવાની તારીખ માટે પાલિકા અને રેલવે પ્રશાસન વચ્ચે ચર્ચા ચાલી રહી છે”.

શિવ ફ્લાયઓવર બંધ થવાથી સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને ધારાવી અને એલબીએસ રોડ પર મોટા ટ્રાફિક જામ થવાની સંભાવના છે. દરમિયાન, ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે ધારાવીમાં 60 ફૂટ રોડ અને શિવ-ધારાવી 90 ફૂટ રોડ સ્થાનિકો તેમજ મુંબઈથી આવતા વાહનચાલકો માટે ઉપલબ્ધ છે.

મધ્ય રેલવેએ શિવ-માટુંગા વચ્ચેનો બીજો રેલવે ફ્લાયઓવર જે સીધો ધારાવી તરફ ઉતરી રહ્યો છે, તેને તોડી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે2:57 PM 11/25/2023. જો કે, મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, રેલ્વે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી છે કે શિવ રેલ્વે ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થયા પછી, અન્ય પુલને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ